IPL 2024સ્પોર્ટસ

અમ્પાયર સાથે ગેરવર્તન કરવા બદલ આ ક્રિકેટર મુશ્કેલીમાં મૂકાયો

મેલબોર્નઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024 માટે તાજેતરમાં યોજાયેલી હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા ટીમમાં સામેલ કરાયેલા ઇંગ્લેન્ડના બોલર ટોમ કુરનને ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં 4 મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. અમ્પાયર સાથે ગેરવર્તન કરવા બદલ તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બીજી તરફ ટોમ કુરનની ટીમ સિડની સિક્સર્સે પણ આ પ્રતિબંધ સામે અપીલ કરવાનો નિર્ણય લીધો છે.

આ ઘટના હોબાર્ટ હરિકેન સામે સિડની સિક્સર્સની છેલ્લી મેચ પહેલા બની હતી. 11 ડિસેમ્બરના રોજ આયોજિત આ મેચ પહેલા ટોમ કુરને મેચ પહેલાની કવાયત દરમિયાન પીચ પર પ્રેક્ટિસ રન-અપ લઈ રહ્યો હતો. ચોથા અમ્પાયરે તેને આમ કરવાથી મનાઈ કરી હતી અને તેને પીચથી દૂર રહેવા કહ્યું હતું. આ પછી વિવાદ શરૂ થયો હતો.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ મામલે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ટોમ કુરનને રોકવા માટે અમ્પાયરે સ્ટમ્પની સામે પોતાની પોઝિશન લીધી હતી, જેથી કુરન પિચ પર ન આવી શકે. તેણે કુરનને પીચ પર ન આવવાનો સંકેત પણ આપ્યો હતો.


કુરને અમ્પાયરને પિચ છોડવાનો સંકેત પણ આપ્યો હતો. આ પછી કુરન પ્રેક્ટિસ રન-અપ પણ શરૂ કર્યું હતું તે સીધો અમ્પાયર તરફ દોડ્યો હતો. અહીં અમ્પાયરે ટક્કરથી બચવા માટે તેની જમણી તરફ જવું પડ્યું હતું.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આચાર સંહિતા અને કલમ 2.17ના લેવલ-3નું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવ્યો હતો. આ કલમ હેઠળ અમ્પાયરો, મેચ રેફરી અને તબીબી કર્મચારીઓ સાથે ગેરવર્તણૂકના મામલાઓનો સમાવેશ થાય છે.

આ અંતર્ગત તેને 4 મેચમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ પછી તરત જ સિડની સિક્સર્સે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે ટોમે મેચ અધિકારી સામે ઈરાદાપૂર્વક ખરાબ વર્તન કર્યું નથી. આ અંગે કાયદાકીય સલાહ લીધા બાદ અમે આ નિર્ણય સામે અપીલ કરીશું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button