નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની મિનિ ઓક્શન દરમિયાન ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની બોલબાલા રહી હતી, જેમાં મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ સહિત અન્ય ક્રિકેટરની ઐતિહાસિક રકમથી ખરીદી કરવામાં આવી હતી.
ઓસ્ટ્રેલિયાના છ ક્રિકેટરે 68 કરોડની કમાણી કરી હતી, જ્યારે ભારતીય ક્રિકેટરને શું મળ્યું એ સવાલ થયા હતા. મિનિ ઓક્શન દરમિયાન છ ખેલાડીના હિસ્સામાં કુલ મળીને 68.05 કરોડ આવ્યા હતા, જ્યારે ભારતના 42 ખેલાડીએ ઓક્શનમાં ભાગ લીધો હતો, જેમાં તેમને 79.45 કરોડ મળ્યા હતા. આ ઓક્શનમાં ઈંગ્લેન્ડના છ ખેલાડીને 13.1 કરોડ મળ્યા હતા, જ્યારે વેસ્ટ ઈન્ડિઝના ચાર ખેલાડીને 21.15 કરોડ મળ્યા હતા.
આઈપીએલની ઓક્શનમાં 42 ખેલાડીએ ભાગ લીધો હતો, જેમાં 79.45 કરોડમાં ખરીદી કરવામાં આવી હતી, જ્યારે તેની સામે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરે 68 કરોડમાં ખરીદવામાં આવ્યા હતા, એનાથી સૌને આશ્ચર્ય થયું હતું.
ભારતીય ક્રિકેટરવતીથી માત્ર હર્ષદ પટેલને પંજાબ કિંગ્સે 11.75 ખરીદ્યો હતો, જે 10 કરોડથી વધુ બોલી લગાવનારા છ ક્રિકેટરમાંથી એક હતો. બીજી બાજુ ડેરેલ મિચેલ પણ ત્રીજો સૌથી મોંઘો ખેલાડી હતો, જેને 14 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં ન્યૂ ઝીલેન્ડના કોઈ ખેલાડીને આટલા કરોડમાં ખરીદવામાં આવ્યો નથી, એ પણ રેકોર્ડ બની ગયો હતો. 20121માં રોયલ ચેલેન્જર્સે કાઈલ જેમીસનને 15 કરોડમાં ખરીદ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 19મી ડિસેમ્બરની ઓક્શનમાં દક્ષિણ આફ્રિકાના ચાર ખેલાડીને ચાર કરોડ, શ્રી લંકાના ત્રણ ખેલાડીને 10.9 કરોડ, અફઘાનિસ્તાનના ત્રણ પ્લેયરને ચાર કરોડ અને બાંગ્લાદેશના એક પ્લેયરને બે કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.
Taboola Feed