સ્પોર્ટસ

તો આ કારણે સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી….

નવી દિલ્હીઃ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણી પૂર્ણ થયા બાદ મહિલા રેસલર સાક્ષી મલિકે મોટી જાહેરાત કરી છે. ભારતની અનુભવી રેસલર સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ભારતીય કુસ્તી સંઘની ચૂંટણી ગુરુવારે (21 ડિસેમ્બર) યોજાઈ હતી, જેમાં સંજય સિંહ વિજયી થઇ નવા પ્રમુખ બન્યા છે. તેઓ ભારતીય કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના હોવાનું માનવામાં આવે છે. આ વર્ષે પહેલવાન લોકોએ બ્રિજભૂષણ શરણ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો અને દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે જ્યારે તેમની નજીકની વ્યક્તિ પ્રમુખ બની ત્યારે સાક્ષીએ નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું.

સલર સાક્ષી મલિકની નિવૃત્તિ અંગે બોલતા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું હતું કે રમત મંત્રીએ રેકોર્ડ પર કહ્યું હતું કે બ્રિજભૂષણ શરણ સિંહ સાથે સંબંધિત કોઈ પણ ફેડરેશનમાં નહીં આવે, પરંતુ મને નથી લાગતું કે દીકરીઓને ન્યાય મળશે. આજની ચૂંટણીમાં બ્રિજભૂષણનો માણસ જીત્યો છે. તેમણે કહ્યું કે મને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે કે તેઓ ન્યાય કરશે. તેમણે એમ પણ કહ્યું કે એવું લાગે છે કે આપણી પેઢી દર પેઢીઓ ન્યાય માટે લડતી રહેશે. જે વચનો આપ્યા હતા તે પૂરા કરવામાં સરકાર નિષ્ફળ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button