આપણું ગુજરાત

રાજકોટ શહેર પોલીસ દ્વારા દારૂનો જથ્થો  પકડવામાં આવ્યો હતો તેનો નાશ કરવામાં આવ્યો

રાજકોટ શહેરના 12 પોલીસ સ્ટેશને ડિસેમ્બર 2022 થી લઈ અને અત્યાર સુધીમાં પકડેલા લગભગ 600 થી ઉપર ગુનામાં દારૂનો જથ્થો જે પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલો તે તમામનું આજરોજ દેશી તથા વિદેશી દારૂ સહિતના મુદ્દા માલ નો અંદાજિત ૨ કરોડ ૬૮ લાખ થી વધુ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. ગત વર્ષે કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સોખડા ગામે જ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

લોકોમાં ચર્ચા પણ રહ્યું છે કે જો એક વર્ષમાં આવડો મોટો દારૂનો જથ્થો પકડાતો હોય તો ન પકડાયેલો જથ્થો કેવડો મોટો હશે અને રાજકોટમાં જ જો ત્રણ કરોડની આસપાસ નો દારૂ પકડાતો હોય તો સમગ્ર ગુજરાતમાં કેટલો દારૂ પકડાતો હશે અને કેટલો પીવા તો હશે ગાંધીના ગુજરાતમાં આમ જુઓ તો કાગળ પર જ દારૂબંધી છે બાકી હેલ્થ પરમિટ ના નામે પણ બહુ બધો દારૂ પીવાય છે.

જોકે છેલ્લા કેટલાક સમયથી નિર્લીપ્ત રાયના સ્પેશિયલ ઓપરેશન પછી દારૂનો જથ્થો વધારે પકડાયો છે. આજરોજ આટલો મોટા જથ્થા પર બુલડોઝર ફરી મળતા 31 ડિસેમ્બર નજીક હોય પ્યાસી ઓના હૃદય પર વજરાઘાત થયો હોવાનું જાણવા મળ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button