નેશનલ

કોંગ્રેસ ટૂંક સમયમાં જ હેડ ક્વાટર શિફ્ટ કરશે, ઈન્દિરા ભવન તરીકે ઓળખાશે

નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટી ટૂંક સમયમાં હેડ ક્વાટર બદલવા જઈ રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટી જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં તેનું મુખ્યાલય નવી જગ્યાએ શિફ્ટ કરશે. આ નવું મુખ્યાલય ઈન્દિરા ભવન તરીકે ઓળખાશે. હાલમાં કોંગ્રેસનું કાર્યાલય દિલ્હીમાં 24 અકબર રોડ પર લ્યુટિયન્સ દિલ્હીમાં સ્થિત ટાઇપ VII બંગલામાં સ્થિત છે. તેનું ઉદ્ઘાટન 1978માં ઈન્દિરા ગાંધીએ કર્યું હતું. આ કાર્યાલય 44 વર્ષથી કોંગ્રેસના ઉતાર-ચઢાવનું સાક્ષી રહ્યું છે.

કોંગ્રેસનું નવું કાર્યાલય દીન દયાલ ઉપાધ્યાય માર્ગ પર બનાવવામાં આવી રહ્યું છે. તે બીજેપી મુખ્યાલયની પાસે જ છે. કોંગ્રેસનું નવું કાર્યાલય અહેમદ પટેલ અને મોતીલાલ બોહરાની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યું છે, જો કે હવે બંને નેતાઓનું નિધન થઈ ગયું છે. નવી ઓફિસનું સરનામું 9 કોટલા રોડ રહેશે. પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના નામ પરથી તેનું નામ ઈન્દિરા ભવન રાખવામાં આવ્યું છે.


કોંગ્રેસનું નવું કાર્યાલય 6 માળનું છે. તે તમામ આધુનિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. PWDએ આ વર્ષે માર્ચમાં નવી ઓફિસની બહાર કેટલાક દબાણો પણ હટાવ્યા હતા હતી. પીડબલ્યુડીના એક અધિકારીએ જણવ્યું હતું કે વધારે નુકસાન થયું નથી. કર્મચારીઓ માટે સાઇડ એન્ટ્રી પર ત્રણ વધારાની સીડીઓ બનાવવામાં આવી હતી, તેના માટે MCD તરફથી પરવાનગી લેવામાં આવી ન હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button