મનોરંજન

ડંકીને મળી સારી ઓપનિંગ પણ સાલાર સામે ટકવું મુશ્કેલ

શાહરૂખ ખાન અને રાજકુમાર હીરાનીની પહેલી ફિલ્મ ડંકી શુક્રવારને બદલે ગુરુવારે થિયેટરોમાં રીલિઝ થઈ છે. આ ફિલ્મ આ વર્ષની શાહરૂખની ત્રીજી ફિલ્મ છે. અગાઉ પઠાણ અને જવાન એમ બે હીટ ફિલ્મો એસઆરકે આપી ચૂક્યો છે અને ડંકી તેની ત્રીજી હીટ ફિલ્મ સાબિત થાય તેવી રાહ જોવાઈ રહી છે.

શાહરૂખને લીધે ફિલ્મને સારી ઓપનિંગ મળી છે અને હજુ શુક્ર,શનિ, રવિ બાકી છે અને તેથી હાલમાં અંદાજ લગાડવો મુશ્કેલ છે, પરંતુ ફિલ્મના રિવ્યુ પરથી લાગી રહ્યું છે કે લોકોની અપેક્ષા સંતાષાઈ નથી. રિવ્યુ અનુસાર ફિલ્મની સ્ટોરી અને ડિરેક્શન બન્ને નબળા છે. એસઆરકેની ડાયલૉગ ડિલિવરી લોકોને ગમી નથી તો તાપસી સાથેની તેની કેમેસ્ટ્રી પણ જામતી નથી.

ફિલ્મનો ફર્સ્ટ હાફમાં માત્ર કોમેડી અને માહોલ સેટ કરવામાં જ જાય છે જ્યારે સેકન્ડ હાફ પણ નબળો પડે છે. ફિલ્મોની મર્યાદા સાથે એસઆરકે સામે મોટો પડકાર આવતીકાલે રીલિઝ થનારી પ્રભાસની ફિલ્મ સાલાર. આ ફિલ્મની એડવાન્સ બુકિંગ એસઆરકેની ફિલ્મ કરતા દસગણી વધું છે. આ ફિલ્મ હિન્દી સહિત ઘણી ભાષાઓમાં રીલિઝ થવાની છે. હવે હિન્દી ફિલ્મના રસિયાઓને પણ દક્ષિણની ફિલ્મો જોવાનો ચસ્કો ચડ્યો છે. સાલારનું ટ્રેલર લાર્જર ધેન લાઈફવાળી દક્ષિણની ફિલ્મ જેવું જ લાગે છે. આ બધું જોતા એસઆરકેની ફિલ્મ આવતી અઠવાડિયા સુધીમાં કેટલો અને કેવો વકરો કરે છે તે જોવાનું રહ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button