વારાણસી-દિલ્હી વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેનમાં થયો મોટો ફેરફાર….
લખનઉ: નવી દિલ્હી અને વારાણસી વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના પ્રારંભિક સ્ટેશન અને અંતિમ સ્ટેશનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ઉત્તર રેલવેના પ્રબંધક રેખા શર્માએ જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વ રેલવેના બનારસ સ્ટેશનથી ચાલતી ટ્રેન નંબર 22415/22416 વારાણસી-નવી દિલ્હી-વારાણસી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું મૂળ સ્ટેશન બદલવામાં આવ્યું છે.
20 ડિસેમ્બરથી ટ્રેન નંબર 22416 નવી દિલ્હી-વારાણસી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ગંતવ્ય સ્ટેશન બનારસને બદલે વારાણસી જંકશન અને 21 ડિસેમ્બરથી ટ્રેન નંબર 22415 વારાણસી-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું મૂળ સ્ટેશન બનારસને બદલે વારાણસી જંકશન કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત 21 ડિસેમ્બર 2023થી વંદે ભારત ટ્રેન મંગળવાર સિવાય છ દિવસ સુધી નિયમિત રીતે ચાલશે. એટલે કે વંદે ભારત ટ્રેન નંબર 22415 વારાણસી જંકશનથી સવારે 6:00 વાગે નીકળી 07:30એ પ્રયાગરાજ જંક્શન પહોંચશે. ત્યારબાદ કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પર 09:26 વાગે પહોંચશે અને તે જ દિવસે 02.05 કલાકે નવી દિલ્હી પહોંચશે.
ટ્રેન નંબર 22416 વંદે ભારત એક્સપ્રેસ નવી દિલ્હીથી બપોરના 03:00 વાગ્યે ઉપડશે અને કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પર સાંજના 07:08 વાગે આવશે અને 07:12 વાગ્યે ઉપડશે. તેમજ પ્રયાગરાજ જંકશન પર રાતના 09:11એ પહોંચશે અને 09:15એ ઉપડશે. આ ટ્રેન તે જ દિવસે રાત્રે 11.05 કલાકે વારાણસી પહોંચશે.