નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિદેશી અખબારને મુલાકાત દરમિયાન ભારતને મુસ્લિમો માટે સ્વર્ગ ગણાવ્યું હતું. વડા પ્રધાને જણાવ્યું હતું કે વિશ્વમાં ઘણી જગ્યાએ મુસ્લિમોને અત્યાચાર સહન કરવો પડ્યો છે. જ્યારે ભારતમાં તેમને સુરક્ષિત આશ્રયસ્થાન મળ્યું છે, તેઓ સુખી અને સમૃદ્ધ જીવન જીવી રહ્યા છે. આ ઉપરાંત વડા પ્રધાને કેનેડા વિવાદ અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે પણ ખુલીને ચર્ચા કરી હતી. કેનેડા મુદ્દે પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અભિવ્યક્તિની આઝાદીની આડમાં હિંસાનો ખેલ રમાઈ રહ્યો છે.
ભારતમાં મુસ્લિમ લઘુમતીના ભવિષ્ય વિશે પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારતમાં તમે પારસીઓની આર્થિક સફળતા જોઇ શકો છો. ભારતમાં રહેતા ધાર્મિક સૂક્ષ્મ લઘુમતીમાં આવે છે. અને તે સૌથી સારું જીવન જીવે છે. તો મુસ્લિમો પણ શાંતિથી સારું જીવન જીવી શકે છે.
ભારતની ચીન સાથે સરખામણી પર વડા પ્રધાને જણાવ્યું હતું કે તમે ચીન સાથે સરખામણી કરો તેના કરતા અન્ય લોકશાહી દેશો સાથે ભારતની સરખામણી કરવી વધુ યોગ્ય રહેશે. કારણકે ભારતમાં લોકશાહી છે. અને રહેશે. હમાસ-ઈઝરાયલ યુદ્ધ પર પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત શાંતિની દિશામાં આગળના પ્રયાસો કરી રહ્યું છે.
અમેરિકાના આરોપો પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપતા વડા પ્રધાન મોદીએ બુધવારે કહ્યું કે જો અમને કોઈ માહિતી આપશે તો અમે ચોક્કસપણે તેની તપાસ કરીશું. કાયદાના શાસન પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા છે. આ સાથે જ કેનેડાના મુદ્દા પર જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં હિંસાનો ખેલ રમાઈ રહ્યો છે. જ્યાં સુધી કેનેડા તેના આરોપો સાબિત નહી કરે ત્યાં સુધી ભારત તે આરોપોને સ્વીકારશે નહિ.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને