નેશનલ

કાશ્મીરમાં આતંકવાદ કરતા રોડ અકસ્માતમાં વધુ મોત

સુરેશ એસ. ડુગ્ગર
જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ કરતા રોડ અકસ્માતમાં વધુ મોત થાય છે. આંકડાઓ દર્શાવે છે કે જમ્મુ-કાશ્મીરમાં વર્ષ ૨૦૧૮થી વર્ષ ૨૦૨૨ દરમિયાન રોડ અકસ્માતમાં ૪,૦૦૦ કરતાં પણ વધુનાં મોત થયાં હતાં.

છેલ્લાં પાંચ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલાં કુલ ૨૮,૧૭૮ રોડ અકસ્માતમાં ૪,૨૭૮નાં મોત થયાં હતાં.

વર્તમાનમાં ભારતમાં દર વરસે કુલ જેટલા રોડ અકસ્માત થાય છે તેમાં જમ્મુ-કાશ્મીરનું યોગદાન ત્રણ ટકા જેટલું છે. છેલ્લાં પાંચ વર્ષમાં જમ્મુ-કાશ્મીર રાષ્ટ્રીય ઘોરી માર્ગ પર થયેલી અકસ્માતની કુલ ૭,૮૭૦ ઘટનામાં ૧,૦૦૦ કરતાં પણ વધુનાં મોત થયાં હતાં.

વર્ષ ૨૦૨૨માં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં રોડ અકસ્માતની સર્વાધિક ૬,૦૯૨ ઘટના નોંધાઈ હતી. રોડ અકસ્માતની અનુક્રમે
૫,૬૫૨ અને ૧,૧૮૧ ઘટના સાથે દિલ્હી અને પુડુચેરી ત્યાર પછીના સ્થાને હતાં.

વર્ષ ૨૦૨૨માં રોડ અકસ્માતમાં થયેલાં કુલ મૃત્યુમાંથી ૩૮૪ જમ્મુ-કાશ્મીર રાષ્ટ્રીય ઘોરી માર્ગ પર થયાં હતાં જેમાંથી ૨૫૯ મોત ગ્રામીણ વિસ્તારમાં થયાં હતાં.

રાષ્ટ્રીય ઘોરીમાર્ગ પર થયેલાં અકસ્માતમાં ઈજા પામેલાં લોકોની સંખ્યા પર પ્રકાશ પાડતાં અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે રોડ અકસ્માતમાં વર્ષ ૨૦૧૯માં ૨,૬૨૦, વર્ષ ૨૦૨૦માં ૧,૭૪૦, વર્ષ ૨૦૨૧માં ૨,૧૭૫ અને વર્ષ ૨૦૨૨માં ૨,૩૧૯ જણને ઈજા થઈ હતી.

આ વર્ષના નવેમ્બરમાં ચિનાબ ઘાટીના ડોડા જિલ્લામાં બસ ઊંડી ખીણમાં પડી જતાં ૪૦ જણનાં મોત અને ૧૭ જણ ઘાયલ થયાં હતાં.
પરિયોજના

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button