સ્પોર્ટસ

ઈંગ્લેન્ડને હરાવી ફોર્મમાં રહેલી ભારતની મહિલા ટીમ, આજથી ઑસ્ટ્રેલિયા સામે શરૂ થશે ટેસ્ટ

મુંબઇ: આજથી મુંબઇ ખાતે ભારતીય મહિલા ટીમ અને ઑસ્ટ્રેલિયન મહિલા ટીમ વચ્ચે એકમાત્ર ટેસ્ટ શરૂ થશે. ભારતીય મહિલા ટીમ ઇગ્લેન્ડને હરાવ્યા બાદ ફોર્મમાં છે. ભારત ૪૬ વર્ષમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી દસ ટેસ્ટમાંથી એક પણ જીતી શક્યું નથી. હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં ટીમ જાણે છે કે સ્પિનરો માટે અનુકૂળ પીચ પર તેની પાસે આનાથી વધુ સારી તક હોઈ શકે નહીં.

ઓફ સ્પિનર દીપ્તિ શર્માએ ગયા અઠવાડિયે ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામેની ૩૪૭ રનની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મહિલા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં રનની દૃષ્ટિએ આ સૌથી મોટી જીત હતી. હવે દીપ્તિ ઑસ્ટ્રેલિયા સામે પણ તે પ્રદર્શનનું પુનરાવર્તન કરવા માગશે. ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરે પણ નવા બોલ સાથે સારું પ્રદર્શન કર્યું છે. ફાસ્ટ બોલર પૂજા વાકરે પણ ઈંગ્લેન્ડ સામે ત્રણ વિકેટ ઝડપી હતી.

હરમનપ્રીત કૌર, જેમિમાહ રોડ્રિગ્ઝ અને યાસ્તિકા ભાટિયા ઈંગ્લેન્ડ સામે સારી બેટિંગ કરી હતી. ભારતને ઓપનર સ્મૃતિ મંધાના પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રહેશે. ડાબોડી બેટ્સમેન શુભા સતીશ આ મેચમાં રમી શકશે નહીં, જેને ઈંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન ફ્રેક્ચર થયું હતું. પૂજા પૂનિયા ભારતીય ટીમ સાથે કવર તરીકે જોડાયેલી છે પરંતુ હરલીન દેઓલને તક મળી શકે છે જેણે નેટમાં લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરી હતી.

લગભગ ૪૦ વર્ષ બાદ ભારતમાં ટેસ્ટ ક્રિકેટ રમવા આવેલી ઑસ્ટ્રેલિયાની ટીમ પાસે એલિસા હીલીના રૂપમાં નવી કેપ્ટન છે. મેગ લેનિંગના બદલે કેપ્ટન બનેલી હીલી માટે ભારતમાં ટેસ્ટ જીતવી એક મોટો પડકાર હશે. ભારત અને ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમો છેલ્લે ફેબ્રુઆરી ૧૯૮૪માં આ મેદાન પર ભારતમાં ટેસ્ટ રમી હતી. ઑસ્ટ્રેલિયામાં બે વર્ષ પહેલા ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટમાં સ્મૃતિ મંધાનાના પ્રથમ દાવમાં બનાવેલા ૧૨૭ રનની મદદથી મેચ ડ્રો રહી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…