આમચી મુંબઈ

દૂધ ઉત્પાદકો માટે પાંચ રૂપિયા પ્રતિ લિટર સબસિડી

નાગપુર: મહારાષ્ટ્ર સરકારે બુધવારે સહકારી ડેરીઓમાં દૂધ સપ્લાય કરતા દૂધ ઉત્પાદકો માટે પાંચ રૂપિયા પ્રતિ લિટર સબસિડીની જાહેરાત કરી હતી જે આગામી બે મહિના માટે લાગુ કરવામાં આવશે. રાજ્યના પશુપાલન અને ડેરી વિકાસ પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે વિધાનસભામાં આ જાહેરાત કરી હતી. પ્રધાને ઉમેર્યું હતું કે, એકવાર (જેની ગણતરી કરેલ રકમ) દૂધ ઉત્પાદકોના બૅન્ક ખાતામાં પ્રતિ લિટર દૂધના ભાવ રૂા. ૨૯ જમા થઈ જાય, ત્યારે સરકાર સબસિડીની રકમ તે જ ખાતાઓમાં ટ્રાન્સફર કરશે.હાલમાં, ડેરીઓ ૨૯ રૂપિયા પ્રતિ લીટરના ભાવે દૂધ ખરીદે છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button