મનોરંજન

જમાલ કુડુ ગીતમાં જોવા મળેલી ડાન્સરે દિલ જીતી લીધું, જાણો કોણ છે?

મુંબઈઃ એનિમલ સ્ટાર રણબીર કપૂરની ફિલ્મ રિલીઝ થઈ 20 દિવસ પૂરા થઈ ગયા છે, પરંતુ હજુ પણ આ ફિલ્મનું નામ ભૂલાયું નથી. 20 દિવસ પછી ફિલ્મ કરતા પણ તેના ગીતની રિલ્સ જોરદાર વાઈરલ થઈ રહી છે, જ્યારે તેના ડાયલોગ લોકપ્રિય બન્યા છે. તેનું મ્યુઝિક સાથે ગીતની વાત કરીએ તો જમાલ કુડુ રીતસરનું ફેમસ થઈ ગયું છે. મૂળ ઈરાની ગીતને ફિલ્મમાં સામેલ કરવામાં આવ્યું છે અને ફિલ્મ રિલીઝ થયા પછી દરેક જગ્યાએ છવાઈ ગયું છે.

આ ગીત ઈરાની ભાષામાં છે, જ્યારે તેના શરુઆતના શબ્દો કંઈક આવા છે. ‘કાળી આંખોવાળી, મારું દિલ તોડીશ નહીં. મને તે છોડ્યા પછી હું મજનુ બની ગયો છું.’ મૂળ ઈરાની ગીત હોવા છતાં તે આજના દરેક નવજવાનના મોંઢા પર સાંભળવા મળે છે. એટલું જ નહીં, આ ફિલ્મમાં જે અભિનેત્રીએ પર ફિલ્માંકન કરવામાં આવ્યું છે. આ અભિનેત્રી પણ રાતોરાત સ્ટાર બની ગઈ છે. દરેક લોકોને ઉત્સુકતા જાગી છે કે આ અભિનેત્રી કોણ છે?

આ એક ઈરાની મોડલ છે, જ્યારે તેનું નામ છે તન્નાજ દાવોદી છે. તન્નાજ રાતોરાત સ્ટાર બની છે, જે બીજી અભિનેત્રી છે. આ અગાઉ તૃપ્તિ ડિમરીએ પણ ઈન્ટિમેટ સીનમાં જોવા મળ્યા પછી તેની લોકપ્રિયતા વધી ગઈ છે.

સોશિયલ મીડિયા પણ તૃપ્તિના માફક લોકો તેને ફોલો કરી રહ્યા છે. 26 વર્ષની તન્નાજ એક મોડલ જ નહીં, પરંતુ સારી ડાન્સર પણ છે, જે વરુણ ધવન, નોરા ફતેહી, જોન અબ્રાહમથી લઈને સની લિયોન સાથે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે સ્ટેજ પર જોવા મળી છે.

તન્નાજની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્યામાં ધરખમ વધારો થઈ ગયો છે. આ અગાઉ તેના ફોલોઅર્સની સંખ્યા 10,000 લોકોની હતી, પરંતુ હવે 2.8 લાખથી વધી ગઈ છે, જ્યારે તેને નામ પણ નવું મળ્યું છે. સોશિયલ મીડિયા પર તેને કુડુ ગર્લ્સ તરીકે ઓળખાવા લાગી છે.

રાતોરાત લોકપ્રિયતામાં વધારા પછી તન્નાજના ઈન્સ્ટાગ્રામના ફોલોઅર્સની સંખ્યા વધી રહી છે, જેમાં બે લાખ પાર થયા પછી તેને તેના ચાહકોનો આભાર માન્યો હતો. હવે જોઈએ આગામી દિવસોમાં તેના કેટલા ફોલોઅર્સનીં સંખ્યા થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button