પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), ગુરુવાર, તા. ૨૧-૧૨-૨૦૨૩ શ્રી હરિ જયંતી, પંચક સમાપ્તિ
ભારતીય દિનાંક ૩૦, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૯
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૯
પારસી શહેનશાહી રોજ ૮મો દએપઆદર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૮મો દએપઆદર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૭મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૯મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર :રેવતી રાત્રે ક. ૨૨-૦૮ સુધી, પછી અશ્ર્વિની.
ચંદ્ર: મીનમાં રાત્રે ક. ૨૨-૦૮ સુધી, પછી મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ), મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૮, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૭ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૪, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૮ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : રાત્રે ક. ૧૯-૫૭
ઓટ: બપોરે ક. ૧૩-૧૦, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૨૯ (તા. ૨૨)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન નામ સંવત્સર, માર્ગશીર્ષ શુક્લ – નવમી. શ્રી હરિ જયંતી, પંચક સમાપ્તિ રાત્રે ક. ૨૨-૦૯
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: લગ્ન સિવાયનાં સાંસારિક ,માંગાલિક કાર્યો વર્જ્ય છે, સર્વદેવ પ્રતિષ્ઠા, સ્વામિનારાયણ મંદિરોમાં હરિ જયંતી ઉત્સવ, બુધ, ગુરુ ગ્રહ દેવતાનું પૂજન, પુષાદેવતાનું પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, તુલસી પૂજા, શ્રીસુક્ત, પુરુષસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, મહુડાનાં ઔષધીય પ્રયોગો, સર્વશાંતિ, શાંતિપૌષ્ટિક પૂજા, પૂજા ઉત્સવ નિમિત્તે નવાં વો-આભૂષણ, વાસણ, ચંદ્રબળ જોઇ સીમંત સંસ્કાર, નિત્ય થતાં દુકાન, વેપાર, પશુ લે-વેચ, દસ્તાવેજ, ખેતીવાડીનાં કામકાજ.
આચમન: શુક્ર-હર્ષલ પ્રતિયુતિ ઇર્ષાળુ, ચંદ્ર-મંગળ ત્રિકોણ પ્રવૃત્તિપ્રિય
ખગોળ જ્યોતિષ: શુક્ર-હર્ષલ પ્રતિયુતિ, ચંદ્ર-મંગળ ત્રિકોણ,ચંદ્ર ક્રાન્તિવૃત્તપર આવી ઉત્તરે થશે.
ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-વૃશ્ર્ચિક, વક્રી બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-તુલા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…