આમચી મુંબઈમહારાષ્ટ્ર

માનખુર્દમાં બળાત્કાર ગુજાર્યા બાદ વૃદ્ધાને કરી ઘાયલ: નરાધમ પકડાયો

મુંબઈ: માનખુર્દમાં 64 વર્ષની વૃદ્ધા પર બળાત્કાર ગુજાર્યા બાદ તેને ગંભીર ઇજા પહોંચાડવા બદલ ટ્રોમ્બે પોલીસે 39 વર્ષના નરાધમની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ ઉમેશ ગુલાબરાવ ઢોક તરીકે થઇ હોઇ કોર્ટે તેને સાત દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

માનખુર્દના મહારાષ્ટ્ર નગર વિસ્તારમાં મંગળવારે વૃદ્ધા ઘાયલ અવસ્થામાં મળી આવતાં પોલીસને તેની જાણ કરવામાં આવી હતી. આથી ટ્રોમ્બે પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી.

દરમિયાન પોલીસે પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે વૃદ્ધાને એક શખસ ઘરે છોડી આવવાનું કહીં મહારાષ્ટ્ર નગરમાં પોતાના ઘરે લઇ ગયો હતો, જ્યાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને વૃદ્ધાએ વિરોધ કરતાં તેની મારપીટ કરીને ગંભીર ઇજા પહોંચાડી હતી. શખસે બાદમાં વૃદ્ધાને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. આ માહિતી મળ્યા બાદ ટ્રોમ્બે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની શોધ આદરી હતી અને તેને બાદમાં ઝડપી પાડ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button