ઇન્ટરનેશનલનેશનલસ્પેશિયલ ફિચર્સ

ભારત માટે ગુગલે એક ખાસ ફીચર બહાર પાડ્યું હવે તમે લોકોને ચાલતા પણ જોઇ શકશો

જો તમે પણ ગૂગલ મેપ્સનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. ગૂગલે ભારતીય યુઝર્સ માટે એક મોટા ફીચરની જાહેરાત કરી છે. Google નકશાની સ્ટ્રીટ વ્યૂ સુવિધા હજી વધુ આનંદ આપે એવી કરવામાં આવશે. ગૂગલ મેપ્સમાં લાઈવ વ્યૂ વોકિંગ પણ જોવા મળશે.

આ સિવાય ગૂગલ લેન્સને ગૂગલ મેપ્સમાં પણ સપોર્ટ કરવામાં આવશે. ગૂગલ મેપ્સને લઈને ગૂગલે કહ્યું છે કે હવે મુંબઈ અને કોલકાતાની લોકલ ટ્રેનોના અપડેટ તેની વ્હેર ઈઝ માય ટ્રેન એપમાં પણ મળશે. આ તમામ ફીચર્સ ગૂગલ મેપ્સના એન્ડ્રોઇડ વર્ઝનમાં સૌથી પહેલા આવશે. બાદમાં તેઓ iOS માટે પણ બહાર પાડવામાં આવશે.

ગૂગલે કહ્યું છે કે ગૂગલ મેપ્સનું લાઈવ વ્યૂ વૉકિંગ ફીચર શરૂઆતમાં 3,000 શહેરો માટે રિલીઝ કરવામાં આવશે. આ ફીચરનો ફાયદો એ થશે કે જે રસ્તાઓ પર લોકો મોટી સંખ્યામાં ચાલે છે ત્યાં પણ તમે જામ વિશે અગાઉથી માહિતી મેળવી શકશો. લેન્સ સપોર્ટ જાન્યુઆરી 2024માં ગૂગલ મેપ્સમાં ઉપલબ્ધ થશે.

ગૂગલ મેપ્સમાં ફ્યુઅલ એફિશિયન્સી ફીચર પણ આવવાનું છે. આ ફીચરનો ફાયદો એ થશે કે એમાં ગૂગલ મેપ્સ તમને તે રૂટ વિશે જણાવશે કે જેના પર જવાથી તમારી કારનો ફ્યુઅલ વપરાશ ઓછો કરશે. ગૂગલ મેપ્સ ગ્રીન લીફ આઇકોન દ્વારા ફ્યુઅલ એફિશિયન્ટ માર્ગો બતાવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button