IPL 2024સ્પોર્ટસ

કોણ કેટલા પાણીમાંઃ IPL ઓક્શનના મોંઘા ખેલાડીના ફ્લોપ રેકોર્ડ જાણો?

દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) દુનિયાની સૌથી મોંઘી ક્રિકેટ લીગ છે, જેમાં ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કરવામાં આવે છે. તેમાંય વળી દુબઈ ખાતેની ઓક્શનમાં ફરી એક વખત પુરવાર થયું હતું કે જે ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો તે હકીકતમાં ગયા વર્ષે પણ પાણીમાં ગયા હતા પૈસા. એકંદરે પ્રદર્શન નબળું રહેવા છતાં આ પાંચેય પર કરોડો રુપિયાનો વરસાદ કરીને લોકોને ચોંકાવ્યા છે.

ઓસ્ટ્રેલિયન સ્ટાર બોલર મિચેલ સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડમાં ખરીદ્યો હતો, જે આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી ગણાયો હતો. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પૈટ કમિન્સ પણ મોંઘો ખેલાડી બન્યો હતો, જેમાં 20.50 કરોડમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ખરીદ્યો હતો. સૌથી આશ્ચ્રર્યની વાત એ હતી કે 82 કરોડમાં તો ટોપના પાંચ ખેલાડીની ખરીદી કરી નાખી હતી, પણ એનું રિઝલ્ટ જુઓ તો ટવેન્ટી-20માં ઝીરો મળ્યું હતું.


મિચેલ સ્ટાર્ક, કમિન્સ સિવાય ડેરિલ મિચેલને ચેન્નઈ સુપરકિંગ્સે 14 કરોડમાં ખરીદ્યો હતો. હર્ષલ પટેલ 11.75 કરોડ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ખરીદ્યો હતો, જ્યારે વેસ્ટ ઈન્ડિઝનના અલ્જારી જોસેફને પણ 11.50 કરોડમાં ખરીદ્યો હતો.
પાંચેયની રકમ કુલ મળીને 82 કરોડે પહોંચી છે. ઓસ્ટ્રેલિયન મિચેલ સ્ટાર્કની વાત કરીએ તો ટવેન્ટી-ટવેન્ટી ઈન્ટરનેશનલ રમ્યો નથી. ઓક્ટોબરમાં આર્યલેન્ડ સામે રમ્યો હતો, જેમાં કુલ 10 ટવેન્ટી મેચ મળીને 13 વિકેટ લીધી હતી. તેની ઈકોનોમી 8.21 છે, જ્યારે એવરેજ 24ની છે, ત્યારે તેનું કેવું પ્રદર્શન રહેશે એના અંગે સવાલ રહે છે.


કમિન્સ પણ ટવેન્ટી-20માં એકંદરે નિષ્ફળ રહ્યો છે. હૈદરાબાદે 20.50 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ એક વર્ષમાં તો રમ્યો નથી. 2022માં ઈન્ટરનેશનલ મેચ નવેમ્બર 2022માં અફઘાનિસ્તાન સામે રમ્યો હતો. કમિન્સે 2022માં 13 મેચમાં 13 વિકેટ ઝડપી હતી, જ્યારે તેની ઈકોનોમી રેટ 8.36 રહ્યો છે. કમિન્સે 42 આઈપીએલ મેચમાં 45 વિકેટ ઝડપી છે. ગયા વર્ષે કમિન્સે પાંચ મેચ રમ્યો હતો, જેમાં સાત વિકેટ ઝડપી હતી.


આ ઉપરાંત, હર્ષલ પટેલે રોયલ ચેલેન્જર્સ વતીથી ચમક્યો હતો, પરંતુ છેલ્લી બે સિઝનમાં તેનું પ્રદર્શન નબળું રહ્યું હતું. આ વખતે પંજાબ કિંગ્સ્માં જોવા મળશે. પટેલ 42 મેચ રમ્યો છે, જેમાં 45 વિકેટ લીધી છે. ભારત વતીથી 25 મેચ રમ્યો છે, જેમાં 29 વિકેટ ઝડપી છે. ખરાબ પ્રદર્શનને કારણે ટીમમાં સમાવિષ્ટ કર્યો નહોતો. ભારત માટે છેલ્લે ટવેન્ટી-ટવેન્ટીમાં ત્રીજી જાન્યુઆરી 2023માં રમ્યો હતો.


ડેરિલ મિચેલને ચેન્નઈ સુપરકિંગ્સે ખરીદ્યો છે, જે ન્યૂ ઝીલેન્ડનું ફ્યુચર કહેવાય છે. આમ છતાં આ વખતે તે નિષ્ફળ રહ્યો છે. ટવેન્ટી-20 ફોર્મેટમાં તેની સરેરાશ રનરેટ નબળી રહી છે. 2023માં પણ પ્રદર્શન નબળું રહ્યું છે. મિચેલે 21.76ની રનરેટથી રન બનાવ્યા છે, જેમાં 15 મેચમાં 203 રન બનાવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button