આપણું ગુજરાત

અમદાવાદમાં ૨૫મી ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલ યોજાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરના સૌથી મોટા કાંકરિયા કાર્નિવલનો ૨૫મી ડિસેમ્બરથી ૩૧મી ડિસેમ્બર સુધી કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજવાનો છે. અંદાજે એક કિલોમીટર જેટલા વિસ્તારમાં ડ્રોનથી સર્વેલન્સ કરી ચાંપતી નજર રાખવામાં આવશે. આખું કાંકરિયા પરિસર રંગેબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવશે.કાંકરિયા કાર્નિવલ દરમિયાન રાત્રે ભવ્ય આતશબાજી અને લેસર શો યોજવામાં આવનાર છે. વિવિધ અવનવી પ્રકારની થીમો ઉપર લાઇટિંગ કરવાનું આયોજન મનપા તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. કાંકરિયા કાર્નિવલમાં રોજના એક લાખથી વધુ લોકો આવવાનો અંદાજ છે. ચાલુ વર્ષે કાંકરિયા કાર્નિવલમાં પ્રખ્યાત ગાયક કલાકાર અને હાસ્ય કલાકારો રમઝટ બોલાવશે.
અમદાવાદ શહેર મનપા તંત્ર દ્વારા વર્ષ ૨૦૦૮થી દર વર્ષે ૨૫મી ડિસેમ્બરથી ૩૧મી ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. પુષ્પકુંજ ગેટ નંબર એક, બાલવાટિકા અને વ્યાયામ શાળા ખાતે ત્રણ સ્ટેજ બનાવવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ પુષ્પકુંજ ગેટ ખાતે યોજાશે. રોજ સાંજે વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. કાંકરિયા કાર્નિવલમાં સાંજે ૪:૩૦ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી અલગ-અલગ કાર્યક્રમો ત્રણેય સ્ટેજ ખાતે યોજાશે. જેમાં વિવિધ ગાયક કલાકારો દ્વારા પોતાના સૂર રેલાવશે. રાતે ૧૦ વાગ્યાની આસપાસ ભવ્ય લેસર શો અને આતશબાજી કરવામાં આવશે. રોજ વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો પહોંચશે. કાંકરિયા કાર્નિવલમાં રોજના એક લાખથી વધુ લોકો આવવાના હોવાથી સુરક્ષાને મનપાના અધિકારીઓ અને પોલીસ વિભાગ દ્વારા બેઠક કરી સમગ્ર તૈયારી કરવામાં આવી છે.
કાંકરિયા પરિસરમાં લાગેલા સીસીટીવી ઉપરાંત પોલીસના સીસીટીવી મળી કુલ ૧૨૦ કેમેરાથી તેમજ ડ્રોનથી સર્વેલન્સ કરાશે. અલગથી એક કંટ્રોલરૂમ પણ ઊભો કરવામાં આવશે. કાંકરિયા પરિસર ખાતે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્ક બનાવવામાં આવશે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?