જયસુખ પટેલની જામીન અરજી હાઇ કોર્ટે ફગાવી દીધી
મોરબી બ્રિજ દુર્ઘટના કેસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત હાઇ કોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ઉપર ચુકાદો આપવામાં આવ્યો હતો. હાઇ કોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દેતા જયસુખ પટેલને જેલમાં જ રહેવું પડશે. જોકે હવે જયસુખ પટેલ પાસે જામીન પર છુટવા માટે સુપ્રીમ કોર્ટનો રસ્તો બચ્યો છે. પીડિત પક્ષના વકીલે જણાવ્યું હતું કે, ગુજરાત નામદાર ગુજરાત હાઇ કોર્ટની અંદર ઓરેવા કંપનીના સીએમડી જયસુખ પટેલની જામીન અરજીની જે મેટર હતી તે સંદર્ભે મેટર એનાઉન્સમેન્ટ ઓફ ઓર્ડર માટે રાખવામાં આવી હતી. નામદાર કોર્ટે જયસુખ પટેલની અરજીને રિજેક્ટ કરી છે. પીડિત પરિવારવતી અમારી નામદાર કોર્ટની અંદર એવી દલીલ છે કે, આ કેસમાં ૩૫૦ કરતાં પણ વધારે સાક્ષીઓને બનાવવામાં આવ્યા છે એ ઊભા કરેલા સાક્ષીઓ છે. જે ઘરમાંથી એક વ્યક્તિ મૃત્યુ પામે છે તેના ઘરમાંથી પાંચ-પાંચ અને સાત-સાતને સાક્ષી બનાવવામાં આવ્યા છે. એક ડેપ્ટી એસપી કક્ષાના આ અધિકારીએ ઇન્વેસ્ટિગેશન કર્યું છે. પણ આ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન છે. બીજી અરજી કરી છે એમાં સીટના રિપોર્ટ પર ભાર આપવામાં આવ્યો હતો. સીટ રિપોર્ટમાં આ બ્રિજ ધરાશાયી થયો તેની સંપૂર્ણ જવાબદારી ઓરેવા કંપનીની હોવાનું ટાંકવામાં આવ્યું છે. તેમને ઘણી બધી વસ્તુ માટે કેરલેસ અને બેઝલેસ દર્શાવવામાં આવ્યા છે. જે સંદર્ભે આ દુર્ઘટના રોકી શકતા હતા. તમામ દલીલો સાંભળ્યા પછી ગુજરાત હાઇ કોર્ટે જયસુખ પટેલની જામીન અરજી રિજેક્ટ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૩૦ ઓક્ટેબર, ૨૦૨૨ના રોજ મોરબીમાં મચ્છુ નદી પર બનેલો પુલ અચાનક તૂટી પડ્યો હતો અને ૧૩૫ના મૃત્યુ થયા હતા. આ બ્રિજની જાળવણીનો કોન્ટ્રાક્ટ મોરબીના ઓરેવા ગ્રુપને સોંપવામાં આવ્યો હતો. આ સમગ્ર દુર્ઘટનાની તપાસ કરી રહેલી એસઆઇટીના રિપોર્ટમાં ઓેરેવા કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે, એટલે જ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ મુખ્ય આરોપી છે. અગાઉ પણ ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલે રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તેઓ છેલ્લા ઘણાં સમયથી જેલમાં છે. આ કેસમાં તેમની સીધી સંડોવણી નથી અને તેમણે પીડિતો માટે વળતરની પૂરી રકમ જમા કરાવી દીધી છે. ઉ