આમચી મુંબઈ

હવાની ગુણવત્તા કથળી

બીકેસીમાં એક્યુઆઈ ઊંચો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં સોમવારથી વાતાવરણમાં રહેલા ભેજ અને ધુમ્મસને કારણે હવાની ગુણવત્તાને અસર થઈ રહી છે. મંગળવારે સતત બીજા દિવસે પણ મુંબઈનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ નબળો રહ્યો હતો. બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં હવાની ગુણવત્તા નબળી રહીને એક્યુઆઈ ૨૦૧ નોંધાયો હતો.
મુંબઈમાં બે-ત્રણ દિવસથી સવારના ધુમ્મસનું પ્રમાણ વધેલુ જણાયું હતું. બુધવાર સુધી વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ રહેશે એવો અંદાજ હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે, તેને કારણે મુંબઈની હવાની ગુણવત્તાને અસર થઈ રહી છે. સોમવારે મુંબઈનો સરેરાશ એક્યુઆઈ ૧૯૦ જેટલો ઊંચો રહ્યો હતો. જોકે મંગળવારે તેમાં થોડો સુધારો જણાયો હતો. સવારના એક્યુઆઈ ૧૩૭ નોંધાયા બાદ સાંજના તેમાં હજી ઘટાડો થઈને એક્યુઆઈ ૧૩૧ નોંધાયો હતો.
હાલ મુંબઈના વાતાવરણાં ધુમ્મસની સાથે જ ભેજ પણ છે. પવનો પણ ધીમી ગતિએ ફૂંકાઈ રહ્યા છે, તેની સવારના સમયમાં વાતાવરણાં ધૂળના કણો વધુ માત્રામાં રહેતા હોય છે. તેથી હવાની ગુણવત્તાને અસર થઈ રહી હોવાનું હવામાન ખાતાનું કહેવું છે.
સવારના સમયે બીકેસીમાં એક્યુઆઈ ૨૧૧ નોંધાયો હતો. તો મઝગાંવમાં ૧૩૭, સાયનમાં ૧૨૦, વરલીમાં ૧૧૫, બોરીવલીમાં ૧૧૯ રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button