ઈન્ટરવલ

મળ્યું છે ‘જંગી’ વળતર ને માગ્યું છે તોતિંગ સુરક્ષા-ચક્ર !

ને સામે છે પ્રામાણિકપણે ભ્રષ્ટાચાર આચરતો પોલીસ અધિકારી…!

વ્યંગ – ભરત વૈષ્ણવ

‘ટ્રીન ટ્રીન ટ્રીન ખરરરર ખરરરર’
સામે છેડે રીંગ રણકતી રહી. પૂરી રીંગ વાગ્યા છતાં કોઇએ ફોન ઉપાડ્યો નહીં. ફરીવાર ફોન લગાવ્યો. ‘આપને જીસ નંબર લગાયા હૈ વો સક્રિય સેવા મેં નહી હે…ઉસને મોબાઇલ જસ્ટ અભી અભી ડસ્ટબીન મેં ડાલા હૈ! ’ એવો પણ પ્રિરેકોર્ડેડ મેસેજ સાંભળવા મળે ! મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર સર્વિસનું ભલુ પૂછવું !નન ટ્રીન ટ્રીન ટ્રીન’ સામેના છેડે રીંગ વાગી રહી. ‘હેલાવ એલાવ’ આ છેડેથી વ્યગ્ર અવાજે કોઇ બોલી.નન હેલ્લો!… સામેનો છેડો અચાનક જીવંત થયો. ‘હેલાવ . પોલીસ સ્ટેશન??’ ફોન કરનારે પૂછયું. યેસ,ધીસ ઇઝ પોલીસ સ્ટેશન. વોટ કેન આઇ ડુ ફોર યુ, સર ?’ અત્યંત વિનમ્ર સ્વરે જવાબ મળ્યો. માનો આકાશમાં પુષ્પોનો વરસાદ થયો! ફોન કરનારો બઘવાઇ ગયો. એને કાન પર ભરોસો ન થયો!! કાન પર હાથ ઘસ્યા. મન હૈ કી માનતા નહીં! સર, આ ખરેખર પોલીસ સ્ટેશન છે? ’
વાક્ય પહેલાં- વાક્ય વચ્ચે ને વાક્ય પછી એક પણ ગાળ સામેથી સાંભળવાના ન મળી એટલે મનમાં સંશય થયો. ફોન કરનારે એની આ દ્વિધાને વાચા આપી. ઠોક્યા અત્યારે અમારું વિવેક સપ્તાહ ચાલે છે એમાં એની માને ખાલીપીલી મગજની મા પૈણે છે! સામેના છેડેથી આર્ટિફિશિયલ નમ્રતાનો પર્દાફાશ થયો. સાહેબ, આપનું નામ ?’ ફોન કરનારે પૂછયું. મફાજી રણછોડ- એલઆરડી બકલ નંબર ૭૮૬… પોલીસ દાદાએ પરિચય આપ્યો. હાઇલા, સનાતની નામ અને વિધર્મી બકલ નંબર ? !’ ફોન કરનાર બોલ્યો નહીં,પણ મનોમન આવો પ્રશ્ર્ન જરુર જાગ્યો. ‘ભૈ… તમારું નામ ?’ મફાજીને અચાનક પોલીસનું વિનય સપ્તાહ ’ જાણે અચાનક યાદ આવી ગયું એમ વિનમ્રતાથી પૂછ્યું. ‘મી ઝકકાસ ગાયકવાડ બોલતા આહે. મી કણબી આહે!’ ઝકકાસે જવાબ આપ્યો!ન કેમ ફોન કર્યો? દારુની ગાડી એસ્કોર્ટ સાથે લાવવાની છે? મફાજીએ નફાનો સવાલ પૂછ્યો. ‘ના, દગડું સાહેબ!’ ‘કોઇ સ્પોન્જી સ્કિમનાં ફસાયેલા ફદિયા વસૂલવાના છે?’ મફાજીનો બીજો સવાલ. નાહી ભાઇ! કોઇની સોપારી દેવાની છે? ‘ભીડ્ડુ, સાલ્લે કો સસ્તે મેં ટપકા દેંગે… કિસી કો કાનોકાન ખબર નહીં પડેંગા ! ’ મફાની કિલર ઓફર! ‘ના બાબા…ઓહ્મ નમો અરહિતાણામ…. અહિંસા પરમો ધર્મ!’ કોઇને ત્યાં દારૂ -જુગાર- ડ્રગ્ઝની રેડબેડ પડાવવાની છે?’ મફાજીની ઓફરનું સ્વરૂપ બદલાયું. ‘નકો નકો ભાઉ!’ લોકઅપમાં કોઇને થર્ડ ડીગ્રી મારવાનો છે? દારૂના કેસમાં તહોમતદારની જામીન અરજીનો વિરોધ કરવાનો છે? લાંચના કેસમાં તહોમતદારને બાઇજજત બરી કરવાનો છે? દુકાન ખાલી કરાવવાની છે? લેન્ડ ગ્રેબિંગ કરવાનું છે? બોલો, કેવું કામ છે? આ બધાં કામ વાજબી ભાવે થઇ જશે… ફિકર નહીં કરને કા…!’ મફાજીએ અન્ડરવર્લ્ડ ડોનની ભાષામાં ખુલ કે બાત કરી.નન આઇલા, તુમ પોલીસ કે કામ કી બજાય ઉલટેસુલટે કામ સુલઝાતે હો?! કયા ઈસ્તે વાસ્તે તનખ્વાહ મિલની હૈ? ઝકકાસે આશ્રર્ય વ્યક્ત કર્યું. ‘તુમ્હ યહ લપ છોડો… બતાવો કયા કામ હૈ?? ’ મફાજીએ પૂછયું. ‘સાહેબ, મદદ જોઇએ છે…’ ઝકકાસે કહ્યું. ‘મળશે… મદદ જરૂર મળશે… યુ હેવ ટુ પે ચાર્જિસ…. નો લંચ ઇઝ ફ્રી!’ મફાજીએ ખાતાકીય રાઝ બ્યાન કર્યું. ‘સાહેબ..’ ‘શું બીવી કોઇ સાથે ભાગી ગઇ છેદીકરી ગૂમ થઇ ગઇ છે??’ તમે ધ્યાન ન દો તો આવુણ જ થાય ! બૈરી કે દીકરી પર દાબ રાખો…કેટલા ટુંકા કપડા પહેરે છે? લફંગા જોડે પાર્કમાં રંગરેલિયા મનાવતી હશે.. . ફદિયા ખૂટશે એટલે સાન ઠેકાણે આવશે એટલે પાછી આવી જશે.’ મફાજી એના અનુભવનું જ્ઞાન વહેંચ્યું. ‘ભાઇસાબ એવું નથી ’ દુષ્કર્મની ફરિયાદ કરવી છે? મોટાભાગની ફરિયાદ ખોટી હોય છે. પુરુષોને ફાંસવાની પેરવી હોય છે…. ‘મને બોલવા દેશો કે તમે જ નોનસેન્સ બખાળો કરશો? ’ ઝકકાસ આકરા પાણીએ થયો. પછી તરત જ ઉમેર્યું : ‘સાહેબ ,મારે સુરક્ષા જોઇએ છે…’ મારે ઝેડ પ્લસ સિકયોરિટી જોઇએ છે… રાઉન્ડ ધી કલોક… બખ્તરિયા ગાડી- એમ્બ્યુલન્સ- બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ- કમાંડોની કંપની – બીએસએફ પ્લાટુન…ડીવાએસપીની સાથે ! ઝકકાસે અસલી ધડાકો કર્યો. મફાજીના કાન નહીં, સમગ્ર શરીર હિલ ગયા. મફાજી ખુરશીમાંથી ઉછળી પડયા! ‘વોટ.. વોટ ..વોટ.. એમ બબડયા :’ તને- તમને દાઉદ કે હમાસ તરફથી ઇમેઇલ, બ્લેન્ક કોલ કે લેટરથી ધમકી મળી છે? તેં આતંકવાદી વિરૂધ્ધ વિષવમન એટલે બખાળો કર્યો છે?? સંપતિની લેતી-દેતીમાં ડખો પડ્યો હોય ને કોઇએ તને ફિનિશ કરવાની ધમકી આપી છે? લવજેહાદનો ભોગ બન્યો છે? એકસ્ટ્રોશન એટલે કે ખંડણીની ધમકી મળી છે? ’ મફાજીએ એડિશનલ ડીજીપી લો એન્ડ ઓર્ડરની જેમ સિકયોરીટી થ્રેટનું એનાલીસીસ કર્યું.‘નો સર , આવું કશું નથી! ’ ઝકકાશ ઝંખવાયો.‘તો પછી લહણ ખાઇને શેનો મંડયો છે? સિકયોરિટી મેળવવી એ કંઈ નાનીમા- દાદીમાના ખેલ છે ? તારે શું કામ સિકયોરિટી જોઇએ એ ભસી નાખ. મફાજી છેડાઈ ગયો.‘હુકુમ, મારે બેંકમાં કેશ જમા કરાવવી છે!!’ ઝકકાસે ફોડ પાડ્યો.નન કેટલી પેટી કે ખોખા જમા કરાવવાના છે, પ્રભુ આપને? પેલા છતીસગઢના લીકર બેરોન સાહૂની જેમ ત્રણસો-સાડા ત્રણસો કરોડ રૂપિયા બેંકમાં બેંડ- બાજા- બારાત સાથે જમા કરાવવાના છે? મફાજીએ નરમાશથી મૃદુ સ્વરે પૃચ્છા કરી. સાહેબ, હમણા એક વીજ કંપનીએ ખેતીના વીજ કનેકશન સાત વરસ પહેલાં બંધ કરાવનાર ખેડૂત પાસેથી એક રૂપિયાની જંગી વસુલાત માટે ખેડૂતને લાખના બાર હજાર સમી ખાતર પર દીવેલ જેવી નોટિસ કોર્ટ મારફત આપેલી…. ઝકકાસે સરકારની માનસિકતાનું ઉદાહરણ આપ્યું. ‘હેં હેં હેઅઅ ’ મફાજી મોબાઇલની માફક હેંગ થઇ ગયા. સાહેબ, હમણા રાજ્યમાં કમોસમી વરસાદ પડેલો, જેનાથી મારા ખેતરમાં વાવેલ કપાસ અને સોયાબીનના પાકને લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે, જેનું સરકારે ઉદાર થઈને મને જંગી વળતર’ પેટે બાવન રૂપિયા અને નવાણુ પૈસાનું બાટાના બુટની કિંમત જેવું ભ્રામક વળતરનો ચેક આપ્યો છે. આજકાલ નકલી આઇએસ, આઇપીએસ, નકલી ડાયરેકટર અને સીએમઓના નકલી ઓફિસર, મંત્રીના નકલી પીએ ,નકલી સિંચાઈ કચેરી, નકલી નોટનો અસલી ‘ખેલ પેલી એનિમલ’ ફિક્લ્મની જેમ માફક સુપરડુપર હીટ છે. હું બૅન્કમા ચેક જમા કરાવવા જઉં ને કોઇ અસલી ચોર મારું જંગી વળતરનો ચેક લૂંટી જાય તો મારા બારસો વહાણ ડૂબી જાય… એટલે એકસ્- વાઈ-ઝેડ પ્લસ જે સિકયોરિટી આપી શકાય તે આપવા સરકારશ્રીને અરજી કરું છું … સિકયોરિટીનો જે કાઇ ખર્ચ થશે તે ભરવા તૈયાર છું! આટલું કહી ઝકકાશ ગળગળો થઈ ગયો ! અરે જગતના તાત…તને બધા ઉલ્લું બનાવી જાય છે… અમે તને ઉલ્લું નહીં બનાવીએ! સાચું કહું બોસ , તારી સુરક્ષા માટે કોઈ નહીં આવે, હું પર્સનલ કેપેલિટીમાં સિકયોરિટી તરીકે આવીશ… જય જવાન જય કિસાન! આમ કહીને મફાજીએ ફોન ક્ટ કર્યો. ઝકાસે ફરી જોડ્યો તો સામે છેડે ‘ટ્રીનટ્રીનટ્રીન’ ફોન વાગતો રહ્યો…!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button