આમચી મુંબઈમહારાષ્ટ્ર

ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોેજેક્ટના ખર્ચમાં હજી વધારો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોેજેક્ટના ખર્ચમાં હજી વધારો થવાનો છે. આ પ્રોજેક્ટના સ્થળે રસ્તાની નીચે રહેલી યુટિલિટીઝ સર્વિસ (ગેસ લાઈન, ટેલિફોન લાઈન, વીજળીના કેબલ વગેરે)ના કેબલોને અન્ય સ્થળે હટાવવા માટે લગભગ ૪૭ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.

ગોરેગામ-મુલુંડ લિંક તૈયાર કરવાનું કામ છેલ્લા અનેક વર્ષથી ચાલી રહ્યું છે. આ લિંક રોડ તૈયાર થયા બાદ પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરને જોડનારો આ ચોથો લિંક રોડ મુંબઈના નાગરિકોને ઉપલબ્ધ થશે. ચાર તબક્કામાં આ પ્રોજેકટનું કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં ત્રીજા તબક્કામાં ગોરેગામમાં રત્નાગિરી હોટલ પાસે ૧,૨૬૫ મીટર લંબાઈનો છ લેનનો ફ્લાયઓવર બાંધવો, મુલુંડ ખિંડીપાડા પાસે એલિવેટેડ રોડ તૈયાર કરવો, મુલુંડના ડૉ. હેગડેવાર ચોકમાં ૧,૮૯૦ મીટર લંબાઈનો છ લેનનો ફ્લાયઓવર બાંધવા જેવા કામ કરવામાં આવવાના છે. ત્રણ પુલ માટે ખાનગી કૉન્ટ્રેક્ટરને ડિસેમ્બર,૨૦૨૧માં ૬૬૬ કરોડ રૂપિયાનો કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. હાલ તેના કામ ચાલી રહ્યા છે, તેમાં હવે પ્રોજેક્ટ ખર્ચમાં હજી વધારો થયો છે.

આ પ્રોજેક્ટના કામ કરતા સમયે રસ્તા નીચે અનેક યુટિલિટીઝ સર્વિસ કેબલના જાળાની સાથે અમુક જગ્યાએ પાણીની પાઈપલાઈન વગેરે અડચણરૂપ બની રહી છે, તેથી તેનું અન્યત્ર સ્થળાંતર કરવામાં આવવાનું છે. આ કામ માટે અલગથી કૉન્ટ્રેક્ટરને કામ સોંપવામાં આવ્યું છે. તે માટે પાલિકાએ અગાઉ ૨૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. પરંતુ ૧૯૯૧ના ડેવલપમેન્ટ પ્લાન મુજબ આ રસ્તો ૧૫થી ૩૦ મીટર પહોળો હતો. પરંતુ ત્યારબાદ ૨૦૩૪ના ડેવલપમેન્ટ પ્લાન્ટ મુજબ આ રસ્તાને ૪૫.૭૦ મીટર પહોળો કરવામાં આવવાનો છે. કૉન્ટ્રેક્ટરે રસ્તાનું કામ ચાલુ કર્યું, એ દરમિયાન રસ્તાની નીચે રહેલી યુટિલિટીઝ સર્વિસના કેબલોની સાથે જ અલગ અલગ જગ્યાએ સ્યુએજ લાઈન અને પાણીની પાઈપલાઈન વગેરે મળી આવી હતી. તેથી હવે યુટિલિટીઝને અન્ય સ્થળે ખસેડવા માટે વધુ ૨૫ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. એટલે કે હવે યુટિલિટીઝને અન્ય સ્થળે ખસેડવાનો કુલ ખર્ચ હવે ૪૫ કરોડ ૬૮ લાખ રૂપિયાની આસપાસ થઈ ગયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button