સ્પેશિયલ ફિચર્સ

કર્મચારીને તાવ આવ્યા પછી બોસ પાસે રજા માગી, પછી એવું થયું કે…

આપણે ઓફિસમાંથી રજા લેવા માટે અનેક બહાના કરીએ છીએ. પણ અનેક વખત આ રજા ન મળતા આ બાબત વિવાદમાં પરિણમી જતી હોય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર કર્મચારી અને તેના બૉસ વચ્ચે રજા મેળવવા માટે વોટ્સએપ ચેટનો સ્ક્રીન શૉટ વાઇરલ થઈ રહ્યો છે. આ ચેટમાં કર્મચારીએ મેડિકલ લીવ મેળવવા માટે બોસને મેસેજ કર્યો હતો પણ તેના બોસે તેને એવો જવાબ આપ્યો જાણીને કર્મચારીએ નોકરી છોડી દીધી હતી. હવે આ પોસ્ટ ઈન્ટરનેટ પર વાઇરલ થતાં લોકો બોસ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર ‘ટ્રસ્ટ મી બ્રો ટ્રસ્ટ’ નામના એક અકાઉન્ટ પર આ સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જેમાં એક કર્મચારીએ તેની તબિયત ખરાબ હોવાથી (તેને તાવ અને ઠંડી ભરાઈ છે) તે કામ પર આવવાની હાલતમાં નહીં હોવાનું જણાવ્યું હતું, તેથી કર્મચારીએ એક દિવસની રજાની ડિમાન્ડ કરી હતી.

કર્મચારીના આ વાતનો જવાબ આપતા બોસે કહ્યું હતું કે આ મામલે ડૉક્ટર પાસેથી મેડિકલ સર્ટિફિકેટ લઈ આવ. કર્મચારીએ બોસને જવાબમાં કહ્યું હતું કે કે છેલ્લા ત્રણ વર્ષથી હું ડૉક્ટર પાસે ગયો નથી. ફક્ત તાવ માટે ડૉક્ટર પાસે જઈ દવા લેવા મારી પાસે પૈસા નથી અને મને એક કલાકના આઠ ડોલર મળે છે. બીજી બાજુ ડૉક્ટરની વિઝિટની ફી પણ કંપની નથી આપતી.

કર્મચારીની આ વાત સાંભળી બોસે ગુસ્સે થઈને જણાવ્યું હતું કે ના, પણ જ્યાં સુધી તું ડૉક્ટરની નોટ નહીં લઈ આવે ત્યાં સુધી તમારે કામ પર આવવું પડશે. આ ફક્ત તાવ છે તો તમારે આવીને કામ કરવું જોઈએ. તમે કેટલા પૈસા કમાઓ છો તે તમારા કામ પર હોય છે. આ વાતનો કર્મચારીને ગુસ્સો આવતા તેણે નોકરી છોડી દેવાનો વિચાર કર્યો હતો અને લખ્યું હતું ઠીક છે દોસ્ત, પૂરા દિવસ બ્રેક રૂમમાં બેસીને તું મોબાઇલ પર ગેમ રમવાનો આનંદ માણો. હું રાજીનામું આપું છું. આ પોસ્ટ વાઇરલ થતાં અનેક નેટિઝનોએ બોસ પ્રત્યે નારાજગી જાહેર કરી છે. એકે લખ્યું એક દિવસ મને ગાળામાં દુખતા શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, તેમ છતાં મને રજા ન મળી. હું આટલી તકલીફમાં હોવા છતાં મે કામ કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button