રોજના 100 રૂપિયા બચાવીને બનો કરોડપતિ

દરેક વ્યક્તિ લાખોપતિ, કરોડપતિ અને અબજોપતિ બનવાના સપના જોતો હોય છે. જોકે, અમીર બનવા માટે કોઇ શોર્ટ કટ નથી. આ માટે ધીરજ અને લાંબા સમયની સાથે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટની પણ જરૂર છે. જો કે, આજે પૈસા કમાવવા પહેલા કરતા વધુ સરળ છે. આજે તમે તમારા મોબાઈલ પર માત્ર એક ક્લિકથી ગોલ્ડ, શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં રોકાણ કરી શકો છો. જો તમે દરરોજ થોડા પૈસા બચાવો છો અને તેને યોગ્ય જગ્યાએ રોકાણ કરો છો, તો તમે એક મોટું ફંડ બનાવી શકો છો. જો તમે શેરબજારમાં નાણાંનું રોકાણ કરીને મોટું જોખમ લેવા માંગતા નથી, તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરી શકો છો. અહીં તમે SIP દ્વારા તમારી નાની બચતનું રોકાણ કરી શકો છો.
જો તમે કરોડપતિ બનવું હોય તોતે ઘણુ આસાન છે. તમારે રોજના ફક્ત 100 રૂપિયા બચાવવા પડશે. અને SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું પડશે. મ્યુચ્યુઅલ ફંડનું સરેરાશ વળતર 12 ટકા જેટલું છે. જોકે, મ્યુ. ફંડના વળતરમાં વધઘટ થતી રહે છે, પણ જો તમે લાંબા સમય સુધી મ્યુચ્યુઅલ ફંડની વિવિધ યોજનાઓમાં રોકાણ કરો છો, તો તમે સરળતાથી કરોડપતિ બની શકો છો. તમે રોજના 100 રૂપિયાની બચત કરીને થોડા વર્ષોમાં તમારી જાતને કરોડપતિ બનાવી શકો છો.
રોજના માત્ર 100 રૂપિયા બચાવીને કેવી રીતે કરોડપતિ બની શકાય એ જાણીએ. તમારે રોજના 100 રૂપિયા બચાવવાના છે. એ હિસાબે તમે દર મહિને 3000 રૂપિયા બચાવશો. દર મહિને મ્યુચ્યુઅલ ફંડ SIP (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) માં આ 3000 રૂપિયાનું રોકાણ કરો. વર્ષે તમે 36,000 રૂપિયાનું રોકાણ કરશો. SIP કેલ્ક્યુલેટર મુજબ, આ રીતે તમે 30 વર્ષમાં 10,80,000 રૂપિયાનું રોકાણ કરી લેશો.
હવે જો તમે મ્યુ. ફંડના સરેરાશ 12 ટકાના વળતરનો હિસાબ માંડો છો તો તમને તમારા રોકાણ પર 95,09,741 રૂપિયાનું વળતર મળશે. આ રીતે 30 વર્ષમાં તમારા નાણા વધીને 1,05,89,741 રૂપિયા થઈ જશે અને તમે કરોડપતિ બની જશો. તો બસ આજથી જ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરી દો.