ન્યૂ ઝીલેન્ડ સામેની ટી-20 સીરિઝ માટે પાકિસ્તાનની ટીમ જાહેર
કરાંચીઃ પાકિસ્તાને ન્યૂ ઝીલેન્ડ સામે 12 જાન્યુઆરીથી શરૂ થનારી પાંચ મેચની ટી-20 સીરિઝ ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદીની કેપ્ટનશિપમાં 17 પ્લેયર ટીમની જાહેરાત કરી છે, જેમાં કેટલાક નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પસંદગીકારોએ પ્રથમ વખત ટી20 ટીમમાં વિકેટકીપર બેટ્સમેન હસીબુલ્લાહ, ઓલરાઉન્ડર અબ્બાસ આફ્રિદી અને સ્પિનર અબરાર અહેમદનો સમાવેશ કર્યો છે.
ટેસ્ટ કેપ્ટન શાન મસૂદને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ગયા મહિને બાબર આઝમ ત્રણેય ફોર્મેટના કેપ્ટન પદ પરથી હટી ગયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આફ્રિદીને ટી20 ટીમનો નવો કેપ્ટન બનાવ્યો હતો જ્યારે મસૂદને ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
અનુભવી ઓલરાઉન્ડર શાદાબ ખાન પગની ઈજાને કારણે ન્યૂ ઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર થઈ ગયા બાદ પસંદગીકારોએ બેટ્સમેન સાહબઝાદા ફરહાન અને આઝમ ખાનને ફરીથી ટીમમાં સામેલ કર્યા છે.
પાકિસ્તાનની ટી-20 ટીમ
શાહીન શાહ આફ્રિદી (કેપ્ટન), આમિર જમાલ, અબ્બાસ આફ્રિદી, અબરાર અહેમદ, આઝમ ખાન, બાબર આઝમ, ફખર જમા, હારિસ રઉફ, હસીબુલ્લાહ, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જૂનિયર. , સાહબઝાદા ફરહાન. સઇમ અયુબ, ઉસામા મીર અને જમાન ખાન.