ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ઓળખાણ રાખો
ગુજરાત રાજ્યના સુરત ચોર્યાસી તાલુકાના રળિયામણા દરિયા કિનારા નજીક આવેલા ગામની ઓળખાણ પડી? અહીં માછીમારો અને કોળી પટેલની વસતી વધુ છે.
અ) ત્રાપજ બ) સાપુતારા ક) ડુંગરી ડ) ડુમસ
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
MAD સુધારવું
MADE નોકરાણી
MAID પાગલ
MEND ઘાસવાળી જમીન
MEADOW બનાવ્યું
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘કડવું ઓસડ મા જ પાય’ અને ‘દુ:ખનું ઓસડ દહાડા’ એ બે અત્યંત જાણીતી કહેવત છે.
આ બે કહેવતમાં ઓસડ શબ્દનો અર્થ શું થાય એ જણાવો
અ) ઓસરી બ) આશા ક) ઔષધ ડ) અરમાન
માતૃભાષાની મહેક
કેટલીક વાર એક જ વાત પર બે વિરોધી અર્થ આપતી કહેવતો પણ જોવા મળે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે બધી કહેવતોમાં સનાતન સત્ય કે વૈજ્ઞાનિક તથ્ય હોય એ જરૂરી નથી. કેટલીક કહેવતો વ્યવહારુ ડહાપણ પર આધારિત હોય છે. ઉદાહરણ જોઈએ: ઝાઝા હાથ રળિયામણા – ઝાઝાં મળ્યાં તે ખાવા ટળ્યાં, ઝાઝી સુયાણીએ વેતર વંઠે.
ગુજરાત મોરી મોરી રે
જીવનમાં પ્રારબ્ધના પણ ખેલ હોય છે એ સમજાવતી કહેવતના શબ્દો આડાઅવળા થઈ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
ક્યાંથી તેલ ઘી તો કરમમાં મળે હોય
ઈર્શાદ
લાગણી ભલે તારી શબ્દોથી પર હશે,
તોય પણ મારી નજર ટપાલી પર હશે.
- સંદીપ ભાટિયા માઈન્ડ ગેમ
એક પણ સંખ્યાના પુનરાવર્તન વિના પાંચ આંકડાની શૂન્ય વગરની સૌથી મોટી સંખ્યામાંથી એક પણ સંખ્યાના પુનરાવર્તન વિનાની પાંચ આંકડાની શૂન્ય વગરની સૌથી નાની સંખ્યા બાદ કરવાથી કઈ સંખ્યા મળે એ ગણિતનું જ્ઞાન કામે લગાડીને જણાવો.
અ)૯૦,૫૦૫ બ) ૮૮,૫૩૧ ક) ૮૬,૪૨૦ ડ) ૮૫,૯૭૨
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
STAG સાબર
STAGE મંચ
STAGGER લથડવું
STAGNANT સ્થિર
STAIN ડાઘ
ગુજરાત મોરી મોરી રે
ઘર હોય તો બે વાસણ ખખડે પણ ખરાં
ઓળખાણ પડી?
ડાંગ
માઈન્ડ ગેમ
૩૯૬
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
સમર્થન
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) સુભાષ મોમાયા (૪) શ્રદ્ધા આશર (૫) ખુશરૂ કાપડિયા (૬) ડો. પ્રકાશ કટકિયા (૭) ભારતી પ્રકાશ કટકિયા (૮) ભારતી બુચ (૯) નિતીન બજરિયા (૧૦) હર્ષા મહેતા (૧૧) નિખિલ બંગાળી (૧૨) અમીશી બંગાળી (૧૩) પુષ્પા પટેલ (૧૪) લજિતા ખોના (૧૫) મીનળ કાપડિયા (૧૬) પ્રવીણ વોરા (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) મહેશ સંઘવી (૨૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૧) નંદકિશોર સંજાણવાળા (૨૨) ભાવના કર્વે (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) મહેન્દ્ર લોઢાવિયા (૨૬) રજનીકાંત પટવા (૨૭) સુનીતા પટવા (૨૮) સુરેખા દેસાઈ (૨૯) મહેશ દોશી (૩૦) અરવિંદ કામદાર (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) વિણા સંપટ (૩૩) કલ્પના આશર (૩૪) નીતા દેસાઈ (૩૫) જ્યોત્સના ગાંધી (૩૬) રમેશ દલાલ (૩૭) હિના દલાલ (૩૮) ઈનાક્ષી દલાલ (૩૯) દિલીપ પરીખ (૪૦) મીનળ કાપડિયા (૪૧) શિલ્પા શ્રોફ (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) નયના ગિરીશ મિસ્ત્રી (૪૪) રશિક જૂઠાણી ટોરોન્ટો કેનેડા (૪૫) અબદુલ્ લા એફ. મુનીમ (૪૬) તાહેર ઔરંગાબાદવાલા (૪૭) શીરીન ઔરંગાબાદવાલા (૪૮) અંજુ ટોલિયા (૪૯) જયવંત પદમશી ચિખલ