ઓસ્ટ્રેલીયાન ખેલાડીઓ પર IPL હરાજીમાં મોટા દાવ લાગી રહ્યા છે. પેટ કમિન્સને હૈદરાબાદે રૂ.20 કરોડમાં ખરીદ્યો હતો. ત્યાર બાદ ઓસ્ટ્રેલીયન લેફ્ટ હેન્ડ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે રેકોર્ડ રૂ.24.75 કરોડમાં ખરીદ્યો. સ્ટાર્કની બેઝ પ્રાઈઝ રૂ.2 કરોડ હતી.
મિચેલ સ્ટાર્ક અત્યાર સુધીમાં બે આઈપીએલ સીઝન રમી ચૂક્યો છે. તે 2014 અને 2015માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમ્યો હતો. ત્યારથી ટે T20 લીગથી દૂર રહ્યો છે. સ્ટાર્ક 2018 માં તેની IPL વાપસી કરવાનો હતો પરંતુ તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.
મિચેલ સ્ટાર્કે આરસીબી માટે સારું પ્રદર્શન કર્યું હતું અને તેણે IPL 2014માં 7.49ના ઈકોનોમી રેટ સાથે 14 વિકેટ ઝડપી હતી. IPL 2015 માં સ્ટાર્ક ટૂર્નામેન્ટમાં ટોચના પાંચ વિકેટ ટેકર બોલર્સમાં હતો અને તેણે 13 મેચમાં 20 વિકેટ ઝડપી હતી. તેણે 6.76ના શાનદાર ઇકોનોમી રેટ સાથે બોલિંગ કરી