પીઢ અભિનેત્રી તનુજાની તબિયત સુધરતા હોસ્પિટલમાંથી મળી રજા…
મુંબઈ: બોલીવુડ અભિનેત્રી કાજોલની માતા અને પીઢ અભિનેત્રી તનુજાની તબિયત ખરાબ થતા તેને મુંબઈના જુહુની હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારથી તનુજાને એડમિટ કરવામાં આવ્યા ત્યારથી અભિનેત્રીના તમામ ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે હાલમાં જ તનુજાના સ્વાસ્થ્ય પહેલા કરતા સારું થયું હોવાની માહિતી મળી હતી.
કેટલાક અહેવાલ મુજબ તનુજાની તબિયતમાં હવે સુધારો થઈ રહ્યો છે અને તેને હોસ્પિટલમાંથી રજા પણ મળી ગઈ છે. તનુજાને ગઈકાલે મોડી રાત્રે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ ખબર મળ્યા બાદ અભિનેત્રીના ચાહકો ઘણા ખુશ થયા હતા. કારણકે ઘણા ફેન્સ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા હતા. જો કે તનુજાને છેલ્લા ઘણા સમયથી ઉંમર સંબંધિત કેટલીક સમસ્યાઓ છે. જેના કારણે તેમને રેગ્યુલર ચેકઅપ ચાલતું હોય છે. પરંતુ આ વખતે તબિયત વધારે ખરાબ થવાના કારણે મુંબઈની જુહુ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે 1960 અને 1970ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી તનુજાએ ઘણી હિન્દી અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે જેમ કે બહારેં ફિર ભી આયેંગી, મેરે જીવન સાથી, જીને કી રાહ, દયા નેયા, તીન ભુબનેર, પારે અને પ્રોથોમ કદમ ફૂલ જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું. તેણે 1950માં આવેલી ફિલ્મ હમારી બેટીથી બાળ કલાકાર તરીકે અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની મોટી બહેન નૂતને પણ આ જ ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ તેમની માતા અને પીઢ અભિનેત્રી શોભના સમર્થના નિર્દેશનમાં બનેલી પ્રથમ ફિલ્મ હતી.
તનુજાએ નાના પડદા પર પણ કામ કર્યું છે. તનુજા બોલીવુડની અભિનેત્રીઓ કાજોલ અને તનિષા મુખર્જીની માતા છે. જ્યારે કાજોલે તેના શાનદાર અભિનયથી હિન્દી સિનેમામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે,