IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPL Auction: ઓસ્ટ્રેલિયન મેચ વિનર ટ્રેવિસ હેડ પર આ ફ્રેન્ચાઈઝીએ દાવ લગાવ્યો, રોમેન પોવેલ આ ટીમમાં સામેલ

દુબઈ: IPLના ઓક્શનમાં પહેલા સેટમાં બેટ્સમેનો પર બોલી લાગી રહી છે. ઓસ્ટ્રેલીયાને ODI વર્લ્ડકપના ફાઈનલમાં જીત આપવનાર ખેલાડી ટ્રેવિસ હેડ પર સનરાઇઝર્સ હૈદરાબાદે મોટો દાવ લગાવ્યો હતો.

ઓસ્ટ્રેલિયન ખેલાડી ટ્રેવિસ હેડની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે હેડ માટે બિડિંગની શરૂઆત કરી હતી. આ પછી ચેન્નાઈ સુપર કિંગ્સે પણ પોતાની કિંમત મૂકી. CSKએ 6.60 કરોડની છેલ્લી બોલી લગાવી હતી. પરંતુ આ પછી તેને સનરાઇઝર્સ હૈદરાબાદે હેડને 6.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.


ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બ્રુકની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. રાજસ્થાન રોયલ્સ પણ બ્રુકને ખરીદવા માંગતી હતી. તેણીએ અંત સુધી બોલી બોલવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ 3.80 કરોડ પછી કિંમતમાં વધારો કર્યો ન હતો.


IPLની હરાજીની પ્રથમ બોલી વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી રોમેન પોવેલ પર લગાવવામાં આવી હતી. રાજસ્થાન રોયલ્સે તેને બેઝ પ્રાઈઝ કરતાં 7 ગણી વધુ કિંમતે ખરીદ્યો હતો. રાજસ્થાને પોવેલને 7.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી સ્ટીવ સ્મિથ પર કોઈ ફ્રેન્ચાઈઝીએ દાવ ન લગાવ્યો. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી.


શ્રીલંકાના સ્પિનર વનિન્દુ હસરંગાની મૂળ કિંમત 1.5 કરોડ રૂપિયા હતી અને હૈદરાબાદે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હસરંગા પર અન્ય કોઈ ટીમે દાવ લગાવ્યો ન હતો.


વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરનાર ન્યુઝીલેન્ડના યુવા બેટ્સમેન રચિન રવિન્દ્રને ચેન્નાઈ સુપર કિંગ્સે 1 કરોડ 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

ભારતીય ખેલાડી કરુણ નાયર અનસોલ્ડ રહ્યો. તેની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી. મનીષ પાંડે અનસોલ્ડ રહ્યો. તેની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી.


દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન રિલે રૂસો અનસોલ્ડ રહ્યો. તેની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી.
રિલે રુસો અનસોલ્ડ રહ્યો,.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button