મધ્યપ્રદેશમાં જેને કુળદેવતા સમજીને પૂજતા હતા તે નામશેષ પ્રાણીનું ઈંડું હોવાનું બહાર આવ્યું
ભોપાલ : મધ્યપ્રદેશના ધાર જિલ્લાના પાડાલ્યા ગામમાં લોકો તેમની અણસમજના કારણે ડાયનાસોરના ઈંડાની પૂજા કરતા હતા. ગામની 40 વર્ષીય વેસ્તા મંડલોઈને ખોદકામ દરમિયાન ગોળાકાર પથ્થરના આકારની વસ્તુ મળી આવી જેને ગામના લોકોએ પોતાના કુળદેવતા માની લીધા અને તેની પૂજા કરવા લાગ્યા હતા. વેસ્તાને તો વિશ્ર્વાસ હતો કે તેમના આ કુળ દેવતા તેમને તમામ દુ:ખોમાંથી બચાવશે.
જો કે આ કહેવાતા કુળદેવતાની વાતો બધે જ ફેલાવા વાગી અને તેના કારણે કેટલાક અધિકારીઓનું આ ચર્ચા પર ધ્યાન ગયું. અને તેમણે લખનઉની બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલેઓસાયન્સથી નિષ્ણાતો અને મધ્ય પ્રદેશ વન વિભાગના અધિકારીઓને અહી મોકલ્યા. ગામડાઓની મુલાકાત દરમિયાન જ્યારે તેણે તે ગોળ પથ્થર જેવા આકારોનું વિશ્લેષણ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમને એક ચોંકાવનારી બાબતની જાણ થઈ. નિષ્ણાતોને જાણવા મળ્યું કે આ કોઈ કુળદેવતા નથી પરંતુ ડાયનાસોરની ટાઇટેનો-સ્ટોર્ક પ્રજાતિનું ઇંડું છે. ત્યારબાદ નિષ્ણાતોએ ગામના લોકોને વાસ્તવિકતા વિશે સમજાવવાનું શરૂ કર્યું.
જો કે અહીના લોકોને એ સમજાવવું અઘરું છે કે આ કોઇ દેવતા નથી કારણકે તેઓ પોતાના દરેક કાર્ય પહેલા આ ઈંડાની પૂજા કરે છે ત્યાં સુધી કે કોઈ ગર્ભવતી મહિલા બાળકને જન્મ આપવાની હોય તો પહેલા તેના પેટ પર આ ઈંડાથી મારવામાં આવે છે. ત્યારે કેટલાક લોકો નિષ્ણાતોની વાત સાથે સહમત થાય છે તો કેટલાક લોકો માટે આ ઈંડું તેમના કુળદેવતા જ છે.
પેલિયોન્ટોલોજી નિષ્ણાત વિશાલ વર્માએ જણાવ્યું કે ધાર જિલ્લામાં 120 કિલોમીટરના વિસ્તારમાં અત્યાર સુધીમાં લગભગ આવા 256 ડાયનાસોરના ઈંડા મળી આવ્યા છે. અને મોટાભાગે આ તમામ ઇંડાઓની કોઇને કોઇ ઘરોમાં પૂજા કરવામાં આવતી હતી. બીએસઆઈપીના ડાયરેક્ટર એમ.જી.ઠક્કરે જણાવ્યું હતું કે અમે ધાર જિલ્લાને યુનેસ્કો દ્વારા ગ્લોબલ જિયોપાર્ક તરીકે માન્યતા આપવાનું આયોજન કરી રહ્યા છીએ. તેમજ આ તમામ અવશેષો અને જિયો-હેરિટેજ સાઇટ્સને સાચવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
લખનઉ, મધ્યપ્રદેશમાં?
OMG!