ડિસેમ્બરના અંત પહેલા કરો આ કામ, આવનારું વર્ષ તમારા માટે શુભ રહેશે
વર્ષને છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. થોડા દિવસોમાં આ મહિનો પૂરો થઇ જશે અને નવું વર્ષ શરૂ થઇ જશે. નવા વર્ષ માટે લોકોએ ધામધૂમથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવનારા વર્ષને વધુ સારુ બનાવવા માટે લોકોએ નવા નવા સંકલ્પો પણ લીધા હશે. વળી, કેટલાક લોકો વિચારતા હશે કે શું કરવું જોઈએ જેથી તેમનું આવનારું વર્ષ વધુ સારું રહે. જો તમે પણ નવા વર્ષને વધુ સારું બનાવવાનું વિચારી રહ્યા છો, તો નવું વર્ષ શરૂ થાય તે પહેલાં ચોક્કસ કામ કરો. આ કામો કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારુ ભાગ્ય ચમકી જશે.
તુલસી
હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર અને પૂજનીય માનવામાં આવ્યો છે. એમ કહેવાય છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તો જો તમે પણ નવા વર્ષમાં લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોવ તો ડિસેમ્બરના અંત પહેલા ઘરમાં તુલસીનો છોડ લગાવો. તેમજ સવારે અને સાંજે નિયમિત રીતે નિયમોને ધ્યાનમાં રાખીને તેની પૂજા કરો. તેનાથી દરેક કાર્યમાં સફળતા મળે છે.
શંખ
ડિસેમ્બરના અંત પહેલા તમે શંખ ખરીદો અને શુભ મુહૂર્તમાં તેની પૂજા કર્યા પછી તેને લાલ કપડામાં લપેટીને તિજોરી અથવા પૈસા રાખતા હો તે જગ્યાએ રાખો. આ શંખ સકારાત્મક ઉર્જા આપશે અને સાથે સાથે દેવી લક્ષ્મીને પણ આકર્ષિત કરશે, જેનાથી તમારુ ભાગ્ય ચમકી ઉઠશે.
લાફિંગ બુદ્ધાઃ
વાસ્તુશાસ્ત્ર અનુસાર લાફિંગ બુદ્ધાને શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવું ખૂબ જ શુભ હોય છે. એમ કહેવાય છે કે જ્યાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખવામાં આવે છે ત્યાં હંમેશા હકારાત્મક ઊર્જાનો પ્રવાહ રહે છે. તમે આ મૂર્તિને તમારા ઘરમાં ઉત્તર-પૂર્વ દિશામાં રાખી શકો છો.