એવું તો શું થું કે યોગી આદિત્યનાથના વખાણ કરતા થાકતા નથી પાકિસ્તાનીઓ…
અયોધ્યા: અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ પૂરું થવાના આરે છે ત્યારે હાલમાં જ મુસ્લિમ સમુદાયે એ મુદ્દો ઉઠાવ્યો હતો કે અમને ફક્ત જમીન આપી દીધી પરંતુ મસ્જિદના નિર્માણ માટે કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાને કંઇક એવું કર્યું કે તેની ચર્ચાઓ પાકિસ્તાનમાં પણ થવા લાગી. પાકિસ્તાનમાં લોકો સીએમ યોગીના બે મોંઢે વખાણ કરી રહ્યા છે. નોંધનીય છે કે 2019માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રામમંદરીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. તે સમયે સુપ્રીમ કોર્ટે અયોધ્યા નજીક ધન્નીપુરમાં મસ્જિદના નિર્માણ માટે 5 એકર જમીન ફાળવી હતી. તે જમીન પર મસ્જિદ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
ધન્નીપુરમાં ભવ્ય મસ્જિદના નિર્માણની તૈયારી અને આયોજનથી પાકિસ્તાનના લોકો ખુશ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર સીએમ યોગી અને પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કરતા વીડિયોથી છલકાઈ રહ્યું છે. પાકિસ્તાનના લોકો પોતાના વિડીયોમાં જણાવી રહ્યા છે કે સૌથી મોટી મસ્જિદ ભારતમાં બનાવવામાં આવી રહી છે, જે હિન્દુ બહુમતી ધરાવતા દેશ છે. ત્યારે દેશમાં અને ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર હોવા છતાં આ પ્રકારની મસ્જિદ નિર્માણ યોજનાએ પાકિસ્તાનને ચોંકાવી દીધું છે. પાકિસ્તાનના લોકો કહે છે કે ફક્ત ભારતમાં જ આ શક્ય છે. જ્યારે પાકિસ્તાનમાં અન્ય કોઈ ધર્મના આટલા મોટા ધાર્મિક સ્થળના નિર્માણની આપણે કલ્પના પણ કરી શકતા નથી.
મુખ્ય પ્રધાન યોગીની છબી કટ્ટર હિન્દુત્વવાદી નેતાની રહી છે. ત્યારે મસ્જિદના નિર્માણ માટે તેમને જ પહેલ કરી તે એક આશ્ર્ચર્યની વાત છે.
નોંધનીય છે કે 2024માં અયોધ્યાના ધન્નીપુરમાં મસ્જિદનું નિર્માણ કાર્ય શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. મસ્જિદનું નિર્માણ કાર્ય ઈન્ડો ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પૂર્ણ કરવામાં આવશે. મસ્જિદના નિર્માણ માટે દાન એકઠું કરવામાં આવશે. તેમજ બાંધકામની પ્રક્રિયા આવતા વર્ષે મેથી શરૂ થશે. પહેલા મસ્જિદ 15 હજાર સ્ક્વેર ફૂટમાં બનવાની હતી. પરંતુ હવે મસ્જિદ 40 હજાર સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવશે.