આમચી મુંબઈ

‘…જે ભાઇ તમારી સાથે નાનાપણથી મોટો થયો એના પર સહેજ તો વિશ્વાસ રાખવો તો…’ શર્મિલા ઠાકરેની ઉદ્ધવ ઠાકરે પર ટીકા

મુંબઇ: આભાર માનવાની તક મને ઉદ્ધવ ઠાકરેએ ક્યારેય આપી નથી. એમને જ્યારે સમય મળે ત્યારે એ માત્ર અમારી ટીકા જ કરતાં હોય છે. જે ભાઇ તમારી સાથે નાનપણથી મોટો થયો છે એના પર સહેજ વિશ્વાસ રાખ્યો હોત ક્યારેક અમારા પર આભર માનવાનો સમય આવ્યો હોત. પણ હવે એ સમય એમના પર આવ્યો છે. આવા શબ્દોમાં રાજ ઠાકરેના પત્ની શર્મિલા ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી.

શિવડીમાં યોજાયેલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના એક કાર્યક્રમમાં શર્મિલા ઠાકરે હાજર રહ્યા હતાં. આદિત્ય ઠાકરેની તરફેણ કરવા બદ્દલ ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે તમારો આભાર માન્યો છે એ અંગે મીડિયાએ શર્મિલા ઠાકરે પાસે પ્રતિક્રિયા માંગી હતી જેના જવાબમાં શર્મિલા ઠાકરેએ જણાવ્યું કે, મેં મારા ભત્રીજા પર વિશ્વાસ રાખ્યો છે.


આદિત્ય એવું કાંઇ કરશે એમ મને લાગતું નથી. પણ તમે જે ભાઇની સાથે મોટા થયા છો એમને જ તમે કિણી કેસમાં મદદ કેમ કરી નહતી? કિણી કેસ બાબતે હજી પણ તેઓ ટીકા કરતા હોય છે. સતત એ વાત સંભળાવતા હોય છે. તમે તમારા ભાઇ પર ક્યારેક વિશ્વાસ રાખીને જુઓ પછી અમે પણ તમારો આભાર માનીશું. એવું શર્મિલા ઠાકરેએ કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે અઢી વર્ષ સુધી મુખ્ય પ્રધાન હતાં ત્યારે કોઇએ તેમના હાથ બાંધી રાખ્યા હતાં કે? કોવિડ તો કેટલાંક મહિનાઓ બાદ શરુ થયો હતો.

ધારાવીનો વિકાસ સરકારે કરવો જોઇએ એમ તમને લાગી રહ્યું હતું તો તમારે નિર્ણય લેવો જોઇતો હતો. તમને કોઇએ રોક્યા હતાં કે? રાજ્યમાં મરાઠા આંદોલન ચાલી રહ્યું છે. આજે જે વિરોધી પક્ષનાં છે અથવા તો બધા જ પક્ષો મરાઠા અનામતની તરફેણ કરી રહ્યાં છે. તો જ્યારે તમે સત્તામાં હતાં ત્યારે તમને કોઇએ રોક્યા હતાં કે? જે તે વખતે તમે મરાઠાઓને અનામત કેમ ન આપ્યું? એવો પ્રશ્ન શર્મિલા ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને પૂછ્યો હતો.

ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતાં તેમણે કહ્યું કે, બધી જ વાત માટે કોવિડનું કારણ આપવામાં આવી રહ્યું છે. પણ કોવિડ તો તેઓ સત્તામાં આવ્યાના કેટલાંક મહિનાઓ બાદ શરુ થયો હતો. મરાઠા આંદોલન તો વર્ષોથી ચાલી રહ્યું છે. જો તમને અનામત આપવું જ હતું તો ત્યારે જ આપવું જોઇતું હતું ને? તમારે વિધાનસભામાં બિલ પાસ કરવાનું હતું. શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી મળીને તમે બહૂમતીની સરકાર બનાવી હતી. તો ત્યારે જ અનામત આપવું જોઇતું હતું.


ધારાવીનો વિકાસ સરકારે કરવાનો હતો તો ત્યારે જ કરી નાંખવો તો ને? કોઇ એ તમારો હાથ પકડી રાખ્યો હતો કે? આપડી પાસે ટાટા જેવા અનેક સમૂહો છે. ધારાવીના વિકાસનું ટેન્ડર કાઢી તેમાંથી જે કોઇ સારું હતું તેમને કામ આપવું જોઇતું હતું ને? એમ પણ શર્મિલા ઠાકરેએ કહ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button