પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્થિત કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી જમીન માલિકી વિવાદ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે આજે મંગળવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ રોહિત રંજન અગ્રવાલની ખંડપીઠે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિ દ્વારા માલિકી વિવાદના કેસોને પડકારતી અરજીઓને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું, ‘આ કેસ દેશના બે મોટા સમુદાયોને અસર કરે છે… અમે ટ્રાયલ કોર્ટને 6 મહિનાની અંદર કેસનો ઝડપથી નિર્ણય લેવાનો નિર્દેશ આપીએ છીએ.’
હાઈકોર્ટે 8 ડિસેમ્બરના રોજ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે એ જ નિર્ણય કરાવાનો હતો કે વારાણસીની કોર્ટ આ કેસની સુનાવણી કરી શકે કે નહીં.
આ મામલા સાથે સંબંધિત પાંચમાંથી ત્રણ પિટિશન 1991માં વારાણસીની કોર્ટમાં દાખલ કરવામાં આવેલા જાળવણીના કેસ સાથે સંબંધિત છે. ઉપરાંત IC અને ASIના સર્વેના આદેશ સામે બે અરજી દાખલ કરવામાં આવી હતી.,મુસ્લિમ પક્ષની દલીલ હતી કે કોર્ટ 1991ના પ્લેસ ઓફ વર્શીપ એક્ટ હેઠળ આ કેસની સુનાવણી થઇ શકે નહીં.
જ્યારે હિંદુ પક્ષની દલીલ છે કે આ વિવાદ આઝાદી પહેલાનો છે, તેથી અહીં પૂજા સ્થળનો કાયદો લાગુ થશે નહીં.
પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ ધાર્મિક સ્થળો સંબંધિત કાયદો છે. વર્ષ 1991માં લાગુ થયેલા આ કાયદા મુજબ 15 ઓગસ્ટ, 1947ના રોજ જે ધાર્મિક સ્થળ અને તે સમુદાયના હતા તેની સ્થિતિ ભવિષ્યમાં પણ એવી જ રહેશે.
હિંદુ પક્ષ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે આ વિવાદ આઝાદી પહેલાનો છે અને જ્ઞાનવાપી વિવાદમાં પ્લેસ ઓફ વર્શીપ એક્ટ લાગુ થશે નહીં. હિંદુ પક્ષે હાલમાં જ્યાં જ્ઞાનવાપી મસ્જિદ આવેલી છે ત્યાં મંદિરને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે. હિંદુ પક્ષ અનુસાર, જ્ઞાનવાપી મસ્જિદએ મંદિરનો એક ભાગ છે.
Taboola Feed