ચીનના ગાંસુ પ્રાંતમાં ભૂકંપે તારજી સર્જી, 110થી વધુના મોત
બેજિંગ: ચીનના ગાંસુ પ્રાંતમાં સોમવારે મોડી રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો હતો . ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી હતી ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) એ આપેલી માહિતી અનુસાર, સોમવારે રાત્રે 23:59 વાગ્યે ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં જોરદાર ભૂકંપ આવ્યો.
CENCએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર 35.7 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 102.79 ડિગ્રી પૂર્વ રેખાંશ પર સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું.
ગાંસુના પ્રાંતીય ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપને કારણે ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. ચીનના સરકારી મીડિયાના અહેવાલ મુજબ, ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં 6.2ની તીવ્રતાના ભૂકંપમાં 110થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 230થી વધુ ઘાયલ થયા હતા. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ઉંચાઈનો વિસ્તાર હોવાને કારણે અહીં સખત શિયાળો હોય છે, જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.
મળતી માહિતી મુજબ, ભૂકંપના કારણે સૌથી વધુ નુકસાન કાઉન્ટી, ડિયાઓઝી અને કિંઘાઈ પ્રાંતમાં થયું છે. ઈમારતો ધરાશાયી થવાને કારણે લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે, બચાવ દળ બચાવકાર્યમાં વ્યસ્ત છે. મૃતકો અને ઘાયલોની સંખ્યા વધી શકે છે.