ભારતની નજર સિરીઝ જીતવા પર, સાઉથ આફ્રિકા સામે બીજી વન-ડેમાં રિકૂ સિંહને મળી શકે છે તક
ગકબેરહા (દક્ષિણ આફ્રિકા): ભારતીય ટીમ મંગળવારે અહીં દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની શ્રેણીની બીજી વન-ડે મેચ રમશે. ભારતીય ટીમનો પ્રયાસ મેચ જીતીને સિરીઝ જીતવાનો રહેશે. બીજી મેચમાં ટીમ ઇન્ડિયા તરફથી રજત પાટીદાર અથવા બેટ્સમેન રિકૂ સિંહને ડેબ્યૂની તક મળી શકે છે.
અર્શદીપ સિંહ અને અવેશ ખાન જેવા યુવા ફાસ્ટ બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ભારતીય ટીમને સિરીઝની પ્રથમ મેચમાં આઠ વિકેટે જીત મળી હતી. કેપ્ટન કે. એલ. રાહુલના નેતૃત્વમાં ભારતીય ટીમને 2022માં વન-ડે શ્રેણીમાં 0-3થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો તેથી તેઓ આ મેચ જીતીને અગાઉની નિષ્ફળતાને પાછળ છોડવા માગશે.
અનુભવી બેટ્સમેન શ્રેયસ પ્રથમ વન-ડે બાદ ટેસ્ટ ટીમ સાથે જોડાઇ ગયો છે જેનાથી મિડલ ઓર્ડરમાં એક જગ્યા ખાલી પડી છે. રિકૂ તાજેતરના સમયમાં તેની બેટિગથી ખૂબ પ્રભાવિત કરી રહ્યો છે. તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ટી-20 મેચોમાં પોતાની ટેકનિકની છાપ છોડી છે. દક્ષિણ આફ્રિકાની બાઉન્સ પીચો પર પણ તેણે સારી બેટિગ કરી હતી.
જો કે, હાલમાં ટીમમાં તેની ભૂમિકા ફિનિશરની છે, તેથી ચોથા ક્રમના બેટ્સમેન ઐય્યરના બદલે પ્લેઇંગ ઇલેવનમાં રિકૂનો દાવો મજબૂત છે. અગિયારમાં સ્થાન માટે પાટીદારનો દાવો વધુ મજબૂત છે કારણ કે તે સ્થાનિક મેચોમાં મધ્ય પ્રદેશ માટે સમાન ક્રમમાં બેટિગ કરે છે. રજત પાટીદાર 2022માં પણ ભારતીય વન-ડે ટીમમાં સ્થાન મેળવ્યું હતું. પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી.
ટીમે આ શ્રેણીમાં મેચ ફિનિશરની ભૂમિકા અનુભવી સંજૂ સેમસનને આપી છે જે રાહુલ બાદ છઠ્ઠા સ્થાને બેટિગ કરશે. લિસ્ટ-એ ક્રિકેટમાં રિકૂની એવરેજ 50ની આસપાસ છે, તેથી ટીમ મેનેજમેન્ટ બંનેના નામ પર ગંભીરતાથી વિચાર કરશે. પાટીદાર અને રિકુ બંનેને આ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે, પરંતુ આ માટે તિલક વર્મા કે સેમસનને બહાર રહેવું પડશે જેની શક્યતા ઓછી જણાય છે. પ્રથમ મેચમાં તિલકને માત્ર ત્રણ બોલ રમવાની તક મળી હતી જ્યારે સેમસનને બેટિગ કરવાની તક મળી
ન હતી. ઉ