આપણું ગુજરાત

લોકસભા ચૂંટણી 2024ની તૈયારી: મુખ્ય પ્રધાને ફ્લેગશિપ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોમાં વિજય પછી ઉત્સાહિત ભાજપ હવે પૂરી તાકાતથી લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓમાં લાગી ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને પેજ કમિટીના સભ્યો સુધીના લોકો લોકસભામાં વિક્રમી બેઠકો હાંસલ કરી ત્રીજી વખત દેશનું સુકાન ભાજપ સંભાળે તેના માટે પ્રયાસરત છે. હાલ આ પ્રયાસોમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી ભારત વિકાસ સંકલ્પ યાત્રા તેનો જ એક ભાગ છે તો દેશના વિવિધ રાજ્યોમાં હાથ ધરાયેલા વિકાસના પ્રકલ્પોના લોકાર્પણોની તૈયારીઓ ચાલી રહી છે.
વડા પ્રધાન મોદીએ રવિવારે સુરતમાં વિશ્વના સૌથી વિશાળ ઓફિસ બિલ્ડિંગ એવા ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગના લોકાર્પણ પછી હવે જાન્યુઆરી માસમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે આવનાર છે. એની તૈયારીઓ તો પૂરજોશમાં ચાલી રહી છે અને પ્રિવાઇબ્રન્ટ ઇવેન્ટ્સ યોજાઇ રહ્યા છે. હજારો કરોડના રોકાણો માટે કરાર થઇ રહ્યા છે એની સાથોસાથ રાજ્યના વિવિધ ભાગોમાં ચાલી રહેલા ફ્લેગશિપ પ્રોજેક્ટ્સની કામગીરીની સમીક્ષા શરૂ કરાઇ છે. ખુદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વરિષ્ઠ અધિકારીઓની ટીમ સાથે સ્થળ પર જઇ આ પ્રોજેક્ટ્સની હાલની સ્થિતિ અને આગામી એપ્રિલ 2024 સુધીમાં તેમાંથી કેટલા પૂરાં થઇ શકે એમ છે તેની સમીક્ષા કરી રહ્યા છે.
વિતેલા એક મહિનામાં મુખ્ય પ્રધાને કચ્છના સ્મૃતિ વન, ધરોઇ ડેમ અને આસપાસના વિસ્તારનો ટૂરિઝમ વિકાસ, વડનગર, ધોલેરા, લોથલ મ્યુઝિયમ, ગાંધીનગર-અમદાવાદને જોડતી મેટ્રો રેલ, ધોલેરા સ્પેશયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન જેવા મહત્વના પ્રોજેક્ટ્સની જાતે સમીક્ષા કરી છે અને એપ્રિલ 2024 પહેલાં સંભવત: તેના લોકાર્પણની તૈયારીઓ થઇ શકે એમ સમજાય છે. ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત