સોનામાં 465નો અને ચાંદીમાં 685નો ઘટાડો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને બૉન્ડની યિલ્ડમાં નરમાઈતરફી વલણ રહ્યું હોવાથી સોનામાં ધીમો સુધારો આગળ ધપ્યો હતો, પરંતુ આ સપ્તાહમાં અમેરિકાના ફુગાવાની જાહેરાત થવાની હોવાથી રોકાણકારોની સોનામાં લેવાલી ધીમી રહેતાં સુધારો મર્યાદિત રહ્યો હતો. જોકે, વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયો 13 પૈસા મજબૂત થયા બાદ અંતે સાધારણ બે પૈસાના ઘટાડા સાથે બંધ રહ્યો હોવાથી તેમ જ ઊંચા મથાળેથી સાર્વત્રિક સ્તરેથી માગ રૂંધાઈ જવાને કારણે સ્થાનિક ઝવેરી બજારમાં વિશ્વ બજારથી વિપરીત સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું, જેમાં સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 463થી 465 અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 685 ઘટી આવ્યા હતા. આજે સ્થાનિકમાં .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ છતાં ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 685 ઘટીને રૂ. 73,588ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ રોકાણકારો સ્ટોકિસ્ટોની વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 463 ઘટીને રૂ. 61,654 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 465 ઘટીને રૂ. 61,902ના મથાળે રહ્યા હતા. ફેડરલ દ્વારા હળવી નાણાનીતિના સંકેતો સાથે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને 10 વર્ષીય અમેરિકી બૉન્ડની ઊપજમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાથી સોનાના સુધારાને ટેકો મળી રહ્યો હોવાનું કેસીએમ ટે્રડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવતાં ઉમેર્યું હતું આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર તથા યિલ્ડની નરમાઈને ટેકે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.3 ટકા વધીને આૈંસદીઠ 2023.29 ડૉલર અને વાયદામાં ભાવ 0.1 ટકા વધીને 2037.10 ડૉલર આસપાસ તેમ જ હાજરમાં ચાંદીના ભાવ 0.3 ટકા વધીને આૈંસદીઠ 23.89 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે હવે ટે્રડરોની નજર આગામી શુક્રવારે અમેરિકાનાં નવેમ્બર મહિનાના પર્સનલ ક્નઝમ્પશન સહિતનાં આર્થિક ડેટાઓ પર સ્થિર થઈ હોવાથી આગામી ટૂંકા સમયગાળામાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાતા રહેવાની ધારણા સૂત્રો મૂકી
રહ્યા છે. ઉ