હિન્દુ મરણ
કચ્છી લોહાણા
ગામ કોડાઈ (કચ્છ) હાલ અંતાગઢ નિવાસી રૂખમણીબેન રાયચના, ઠક્કર (ઉં. વ. 98)નું તા. 17-12-23ના રોજ નિધન થયું છે. તે મંજુબેન ઠક્કર ભરતભાઈ ઠક્કર, જ્યોતિબેન રૂપારેલ, વર્ષાબેન કોઠારી, પ્રશાંતભાઈ રાયચના, રાજેશભાઈ રાયચના અને આરતીબેન ઠક્કરના માતા. પ્રાર્થના સભા તા. 19-12-23 ના સાંજે 4 થી 6. ઠે. વોર્ડ નં. 7 બસ સ્ટેન્ડ પાસે, અંતાગઢ.
લોહાણા
મૂળ ગામ અમરેલી હાલ કલ્યાણ, હેમાબહેન વિજયભાઇ પોપટ (ઉં. વ. 57) દિલીપભાઇ પ્રાણજીવનદાસના મોટા પુત્રવધુ. દ્રષ્ટિના માતા. પ્રદીપભાઇ, દીનાબહેન, નીલમબહેન, અમીબહેનના ભાભી. સ્વ. દ્વારકાદાસ ગોરધનદાસ કારિયાના દીકરી. શીતલબહેનના જેઠાણી. સોમવાર, તા. 18-12-23ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. 19-12-23ના 4-30થી 6. ઠે. જલારામ હોલ, માતુશ્રી શામબાઇ લોહાણા મહાજનવાડી, સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગ, કલ્યાણ (પશ્ચિમ).
ભાવનગરી મોચી
ગામ પાવઠી નિવાસી તળાજા લક્ષ્મીબેન ભગવાનભાઇ ચૌહાણ (ઉં. વ. 98) તે સ્વ. ચતુરભાઇ ભગવાનભાઇ ચૌહાણના માતુશ્રી. તે ચંપાબેનના સાસુ. તે મહેશભાઇ, ભાવેશભાઇ, ઘનશ્યામભાઇના દાદીમા તા. 14-12-23ને ગુરુવારે રામચરણ પામ્યા છે. તેમની ઉત્તરક્રિયા પાવઠી મુકામે તા. 22-12-23ના શુક્રવારે રાખેલ છે.
સુરત દશા મેવાડા વણીક જ્ઞાતિ
હાલ મુંબઇ અ. સૌ. વર્ષાબેન ઉમીલભાઇ સોનાવાલાનાં ધર્મપત્ની તા. 17-12-23ના શ્રીજીચરણ પામેલ છે. અ. સૌ. વર્ષાબેન (ઉં. વ. 61) તેઓ સ્વ. ઉલ્લાસબેન કનુભાઇ સોનાવાલાનાં પુત્રવધૂ. કૃપા ઉત્કલ સંઘવી તથા નિધિ જીતેશ કારલાનાં માતુશ્રી. યવી અને અગસ્ત્યનાં નાની. સ્વ. કંચનબેન જમનાદાસ ચોકસીના પુત્રી. નીરુપાબેન, સ્વ. ગીતાબેન, હર્ષદભાઇ, રાજેશભાઇના બહેન તા. 19-12-23ના પ્રાર્થનાસભા સાંજે 5થી 7, રાખેલ છે. ઠે. નહેરુ સેન્ટર, વર્લી, મુંબઇ, હોલ ઓફ કલચર, ગ્રાઉન્ડ ફલોર.
કપડવંજ દશા પોરવાડ વણિક
કપડવંજના, વિલે પારલા પરમ ભગવદીય પ.ભ. મહિન્દ્રાબેન (ઉં. વ. 89) તેઓ સ્વ. ગોકલદાસ પરીખના પત્ની. સ્વ. માણેકબેન અને સ્વ. હીરાલાલના પુત્રવધૂ. રસેશના માતુશ્રી. રીટાના સાસુ. પરમાનંદભાઈ, વસુબેન અને સ્વ અશ્વિનીબેનના મોટાભાભી રવિવાર તા. 17 ડિસેમ્બર 2023ના ગોલોક પહોંચી ગયા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
અમરેલીવાળા મધુસૂદન નારણદાસ શેઠ (ઉં. વ. 87) શુક્રવાર તા. 15-12-2023ના વ્રજભૂમિ મથુરામાં શ્રીજીચરણ પામેલ છે. તે અનસુયાબેનના પતિ. સંદિપ, મિલન અને ચેતનના પિતાશ્રી. સ્વ વિઠ્ઠલદાસ, સ્વ મથુરાદાસ, સ્વ ધનલક્ષ્મીબેન, સ્વ ચંપાબેન, બાલકૃષ્ણદાસ અને વસંતભાઈના ભાઈ. જાફરાબાદવાળા સ્વ લક્ષ્મીબેન ગોવર્ધનદાસ અમીદાસ વોરાના જમાઈ. વાસંતી અને ભાવિકાના સસરા. લૌકિક પ્રથા બંધ છે.
વિસા સોરઠીયા વણિક
જામખંભાળિયા વાળા હાલ નાશીક, ગં. સ્વ. જ્યાલક્ષ્મી શાહ (દલાલ), (ઉં. વ. 83) તા. 13-12-23નાં શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. ગોકલદાસ કાનજી શાહનાં ધર્મપત્ની. હિતેષ, અનિલ, અલ્કાની માતા. સોનાલી, ભરતકુમારનાં સાસુ. રિચાનાં દાદી. અંકલેશ, કલ્પનાં નાની. સ્વ. ખુશાલદાસ પ્રેમજી જરીવાલાની દીકરી. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. મટુબેન મોરારજી જાદવજી આઈયા કચ્છ-ગામ મોટી વિરાણીનાં મોટા પુત્ર વિરજીભાઈ (ઉં.વ. 77) તા. 17-12-23, રવિવારના સુરત મધ્યે શ્રીરામશરણ પામેલ છે. તે ઈન્દિરાબેનના પતિ. તે સ્વ. વેલબાઈ ટોકરશી દેવચંદ ચંદે કચ્છ ગામ દેવીસર હાલે મઝગામવાળાના જમાઈ. ગં.સ્વ. વાસંતીબેન વાલજીભાઈ કેસરિયા, ગં.સ્વ. કુસુમબેન સુરેશ નરમ, ભરત અને હસમુખના ભાઈ. સ્વ. વીણાબેન તથા અ.સૌ. જાગૃતિબેનના જેઠ. સ્વ. મોનિકા નિમેષ પરબીયા તથા ભરત (લાલો)ના પિતાશ્રી. શુભમનાં બાપા તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-12-23, મંગળવારનાં શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ ભક્ત મંડળ, જવાહરલાલ નહેરુ રોડ, આર્ય સમાજની પાછળ, મુલુંડ (વેસ્ટ) 4થી 6. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. સાકરબેન કરસનદાસ લક્ષ્મીદાસ અંજારિયા કોપરગાંવવાલાની સુપુત્રી શ્રીમતી ગંગાબેન (ઉં.વ. 87) તે સ્વ. જેઠાલાલ મંગળદાસ સકરાણીના ધર્મપત્ની. તે સ્વ. ઉષાબેન (બેબીબેન) રામદાસ વર્મા, વસુબેન જેઠમલ પંડિતપૌત્રા, સ્વ. ડો. મંજુલાબેન રમેશ શિંદે, દિક્ષાબેન મધુસુદન પોહાણે, કંચનબેન ભરત રાજ, સ્વ. અ.સૌ. જાનકીબેન પ્રતાપ ચંદે તથા અ.સૌ. ભારતીબેન મધુસુદન ચોથાણીના બેન. શુક્રવાર, તા. 15-12-23ના ઘાટકોપર મધ્યે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
જયરાજભાઈ પલણ (ઉં.વ. 68) તે સ્વ. હંસરાજભાઈ પુરુષોત્તમભાઈ પલણ (સચદે) તથા દમયંતીબેન કચ્છ ગામ ધુફી હાલ થાણાના પુત્ર. તે વંદનાબેનના પતિ. તે સ્વ. મુલજીભાઈ લાલજીભાઈ સોમૈયા તથા કૃષ્ણાબેનના જમાઈ. તે બીનાબેન જીતેન્દ્રભાઈ ઠક્કર, ભાવનાબેન જગદીશભાઈ રૂપારેલ તથા અશોકભાઈના ભાઈ. ચિ. શ્રદ્ધાના મોટાપપ્પા. તા. 16-12-23ના કોલ્હાપુર ખાતે શ્રી રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા લૌકિક વ્યવહાર બંધ છે.