તરોતાઝા

નવજાત શિશુ તથા સુપર સિનિયર સિટીઝન વર્ગે આરોગ્ય માટે વિશેષ સાવચેતી રાખવી

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહમાં ગ્રહમંડળ માં રાજાદી ગ્રહ સૂર્ય ધન રાશિમાં પ્રવેશ મંગળ વૃશ્ર્ચિક રાશિ બુધ ધન રાશિ-વક્રીભ્રમણ ગુરુ મેષ રાશિ વક્રીભ્રમણ શુક્ર તુલા રાશિ અગામી તા.૨૪ વૃશ્ર્ચિક રાશિ માં પ્રવેશ શનિ – કુંભ(સ્વગૃહી) રાશિ રાહુ- મીન રાશિ વક્રીભ્રમણ કેતુ- ક્ધયા રાશિ વક્રીભ્રમણ રાશિમાં રહેશે.

“ધન સંક્રાંતિ ધનારક,ધનુરમાસ, મલમાસ,કમુરતા કે સામી ઉતરાયણ માટેનું સપ્તાહ ગણાશે. નવજાત શિશુ તથા સુપર સિનિયર સિટીઝન વર્ગએ આરોગ્ય માટે વિશેષ સાવચેતી રાખવી. તાવ,શરદી તથા કફની સામાન્ય ફરિયાદ જણાય. ગૃહીણી મહીલાઓ ગેસ કબજિયાત તથા વાત પિત્ત જેવી બીમારીઓથી સાવધાની રાખવી. નોકરિયાત વર્ગ માટે ખાનપાન ઉચીત સમયે લેવા.અકારણ બજારુ નાસ્તો,ચા,પાણી કરવા નહીં.

(૧) મેષ રાશિ (અ,લ,ઇ):-

વધુ પડતી ઊંઘ આવવાથી તબિયત પર વિપરીત અસર પડે. કબજિયાતની સામાન્ય તકલીફ જણાય. દેવાધિદેવ મહાદેવના દર્શન સાથે જળાભિષેક કરશો. સૂયોદય સમયે અર્ગ આપતા સમયે ગાયત્રીમંત્રના મંત્ર જાપ કરશો.

(૨) વૃષભ રાશિ (બ,વ,ઉ):-

યુરીનમાં ઇન્ફેક્શન સંભવ. રાત્રિના સમયે આંખોમાં બળતરા જણાય.વાસા માં દુખાવામાં રાહત થાય. ભોજન માં યોગ્ય કાળજી રાખશો.કુળદેવી,મહાકાળી ની ઉપાસના,આરાધના કરવી.

(૩) મિથુન રાશિ (ક,છ,ધ):-

તાવ,શરદી,કફ જામ થવાની શક્યતાઓ. શરીરમાં સાધારણ અશક્તિ જણાય. સત્યનારાયણ ભગવાનની કથા કરાવવી તેમજ મહાદેવજીને નિત્ય જળાભિષેક કરશો.

(૪) કર્ક (હ,ડ):-

આ સપ્તાહમાં વારંવાર પ્રવાસ-પર્યટન થવાથી તબિયત પર અસર પડે. સમયસર ઊંઘ ન આવવાની સમસ્યાઓ રહે તેમજ તાવ,ઉધરસ આવી શકે.સૂર્યોદય સમયે અર્ગ તથા રાત્રિએ સૂતા વખતે ચંદ્ર દર્શન કરશો.

(૫) સિંહ (મ,ટ):-

શારીરિક તેમજ માનસિક ઉદ્વેગ સાથે થાક અનુભવાય. કબજિયાતની ફરીયાદ વધી શકે.સૂર્ય ગ્રહના જાપ,નમસ્કાર સાથે આદિત્ય કવચ કરશો. વડીલોને માન-સન્માન આપશો.

(૬)ક્ધયા (પ,ઠ,ણ):-

આ સપ્તાહ આરોગ્ય માટેમધ્યમ બની રહે.પગ ઝકડાઇ જવાની સંભાવના.ખટાશ વાળી કોઈ જ ચીજવસ્તુઓ ખાવી પીવી નહીં.સંધ્યા સમયે સૂવું નહીં પરંતુ દિપક પ્રગટાવી માતાજીની આરતી ગાન કરવી.

(૭) તુલા (ર,ત):-

વારંવાર તીર્થધામની યાત્રા-પ્રવાસ કરવાથી આરોગ્ય બગડે. સપ્તાહ ના અંતે આરોગ્ય સુધરશે. બળતણિયો સ્વભાવ બદલવો. નિત્ય ઉપાસના સાથે મહાકાળી માતાજીની આરતી ગાન કરશો.

(૮) વૃશ્ર્ચિક (ન,ય):-

સપ્તાહની શરૂઆત થી તાવ,શરદી તથા અશક્તિ રહ્યા કરે.વધુ પડતા નોકરી-ધંધાનાં કામો ને કારણે સમયસર દવા,ભોજન તથા સૂવાનો સમય ન સાચવવાથી વધુ આરોગ્ય બગડી શકે છે. અનુકૂલતા મુજબ ઓમકાર જાપ કરશો.

(૯) ધન (ભ,ધ,ફ,ઢ):-

ગત સપ્તાહ કરતાં વધારે સારો સમય આરોગ્ય માટે બની રહેશે.ડાયાબિટીસના જાતકોએ વિશેષ સંભાળવું. અવિરત નિત્ય ગુરુ મંત્ર કરશો તથા ગુરુ ગીતાનો પાઠ કરશો.

(૧૦) મકર (ખ,જ):-

જો પગમાં વાઢીયાની સમસ્યા હશે તો હળવી થાય.ગેસ,કબજિયાત સાથે ખાટા ઓડકાર આવવાની સંભાવના રહેલી છે.સરસવ નો કાચા તેલના દીપકની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરશો. ગરીબોને જૂના કપડાં ચંપલ આપશો.

(૧૧) કુંભ રાશિ (ગ,શ,સ):-

વાયુ ચડવાની તકલીફ હશે તો હજુ વધી શકે. ગેસ, એસીડીટી સાથે કબજિયાતની સમસ્યાઓ યથાવત રહે. દેવાધિદેવ મહાદેવના દર્શન ઉત્તમ. ગરીબો ને ફરસાણના પેકેટ આપશો.

(૧૨) મીન (દ,ચ,ઝ,થ):-

છાતીમાં સાધારણ દુખાવો જણાય. શ્ર્વાસમાં લેવામાં તકલીફ લાગે. અકારણ આયુર્વેદિક દવાઓ લેવી નહીં. ગુરુવારનું એકટાણુ કરશો. ગાયને ગોળ સાથે ચણાની દાળ ખવડાવશો. હાલમાં ધનારક માસ ચાલતો હોવાથી ઉચિત વ્યક્તિને દાન દક્ષિણા તેમજ યથાશક્તિ મદદ નું વિશેષ મહત્વ રહેલું છે. ગરીબોને ગરમ કપડાં કે ધાબળા ઓઢાડશો. સપ્તાહ ના અંતે ઘર કે ઓફિસમાં જરૂરિયાત મંદ ને ગરમાગરમ ખીચડી કઢી ખવડાવશો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સરસ મજાના મોન્સૂનના દિવસો ચાલી રહ્યા છે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે… તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ?