તરોતાઝા

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ઓળખાણ પડી?
ઘઉં, બાજરી તથા જુવારનાં લીલાં કણસલાંને દેવતા ઉપર ધરીને પાડેલી લીલી નરમ ધાણી તરીકે પણ ઓળખ ધરાવતી વાનગીની ઓળખાણ પડી? શિયાળામાં કુદરતી રીતે પ્રાપ્ય હોય છે.
અ) ઉંબાડિયું બ) લોચો ક) પોંક ડ) ઓળો

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
હડપચી STOMACH
મૂછ LIP
અધર NAIL
હોજરી CHIN
નખ MUSTACHE

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘વાસીદું જેટલી વાર વાળીએ એટલી વાર પૂંજો નીકળે’ કહેવતમાં વાસીદું શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) વાંસો બ) કપડાં ક) કચરો ડ) નસીબ

ગુજરાત મોરી મોરી રે
કોઈ દર્દી ફાઈબ્રોસિસથી પીડાય એવું નિદાન જો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવે તો તેને શરીરના કયા ભાગમાં તકલીફ હોય એ કહી શકશો?
અ) ત્વચા બ) હૃદય ક) ફેફસા ડ) નાક

માતૃભાષાની મહેક
ભજન એટલે ભજવું તે, ભક્તિ કરવી તે, જેના ઉપર ભક્તિ કે પ્રેમભાવ હોય તેનાં કીર્તન કરવાં કે ગુણાનુવાદ ગાવા. ઈશ્ર્વરનું અથવા ઇષ્ટદેવનું નામ વારંવાર લેવું. ભજન કરવા એટલે ઈશ્ર્વરના ગુણ ગાવા અથવા ઈશ્ર્વરસ્મરણ કે સ્તવન કરવું. આ સિવાય એક ને એક વાતનું રટણ કર્યા કરવું તેમજ છાનામાના બેસી રહેવું, કંઈ કરવાનું રહ્યું નથી માટે નિવૃત્ત થઈ બેસી રહેવું એવા અર્થ પણ છે.

ઈર્શાદ
એ જ પ્રશ્ર્ન છે કોણ કોનું છે, હુંય મારો નથી પરાયો છું,
સાચું પૂછો તો સત્યના પંથે, ખોટી વાતોથી દોરવાયો છું.
– અમૃત ઘાયલ

માઈન્ડ ગેમ
માધુરીને ૮૦૦ માર્કની પરીક્ષામાં ૯૧% માર્ક આવ્યા અને આઠમાંથી સાત પેપરમાં એક સરખા ૯૨ માર્ક આવ્યા. માધુરીને આઠમા પેપરમાં કેટલા માર્ક આવ્યા એ કહી શકશો?
અ) ૯૦ બ) ૮૭
ક) ૮૪ ડ) ૯૧

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
અફીણ OPIUM
ખજૂર DATE
ગળી INDIGO
ટંકણખાર BORAX
ફટકડી ALUM

માઈન્ડ ગેમ
૯૨%

ઓળખાણ પડી?
મેથી પાક

ગુજરાત મોરી મોરી રે
આંખ

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
સરસામાન સાથે નીકળી ગયા

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
૧) મૂળરાજ કપૂર (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) સુભાષ મોમાયા (૪) શ્રદ્ધા આશર (૫) ખુશરૂ કાપડિયા (૬) ડૉ. પ્રકાશ કટકિયા (૭) ભારતી કટકિયા (૮) ભારતી બુચ (૯) નિતીન જે. બજરીયા (૧૦) હર્ષા મહેતા (૧૧) નિખીલ બંગાળી (૧૨) અમીષી બંગાળી (૧૩) પુષ્પા પટેલ (૧૪) લજીતા ખોના (૧૫) મીનળ કાપડીયા (૧૬) પ્રવીણ વોરા (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) જ્યોતી ખાંડવાલા (૧૯) મહેશ દોશી(૨૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૧) નંદકિશોર સંજાણવાલા (૨૨) ભાવના કર્વે (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) મહેન્દ્ર લોઢાવિયા (૨૬) રજનીકાંત પટવા (૨૭) સુનીતા પટવા (૨૮) સુરેખા દેસાઈ (૨૯) અરવિંદ કામદાર (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) વિણા સંપટ (૩૨) કલ્પના આશર (૩૩) નીતા દેસાઈ (૩૪) જ્યોત્સના ગાંધી (૩૫) રમેશ દલાલ (૩૬) હીનાબેન દલાલ (૩૭) ઈનાક્ષી દલાલ (૩૮) દિલીપ પરીખ (૩૯) રસિક જૂઠાણી ટોરંટો કેનેડા (૪૦) શિલ્પા શ્રોફ (૪૧) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૨) નયના ગિરીશ મિસ્ત્રી (૪૩) અંજુ ટોલિયા (૪૪) અબદુલ્લા મુનીમ (૪૫) તાહેર ઔરંગાબાદવાલા (૪૬) શીરીન ઔરંગાબાદવાલા (૪૭) જયવંત પદમશી ચિખલ (૪૮) નયના મિસ્ત્રી (૪૯) અતુલ જશવંત શેઠ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…