મનોરંજન

જ્યારે ભારે ભીડ વચ્ચે એક પ્રશંસકે શાહરૂખનો પકડી લીધો હાથ! જાણો પછી શું થયું..

શાહરૂખ ખાનની લેટેસ્ટ ફિલ્મ ‘ડંકી’ 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. થિયેટરોમાં પોતાનો હાથ અજમાવતા પહેલા, કલાકારો પૂરજોશમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ કિંગ ખાન ડંકીને પ્રમોટ કરવા દુબઈ પહોંચ્યો હતો. આ દરમિયાન શાહરૂખ ખાનના એક ચાહકે ભીડમાં ઓચિંતા જ તેનો હાથ પકડી લીધો હતો, અનેકવાર શાહરૂખે હાથ છોડાવવાના પ્રયાસો કર્યા તેમ છતાં તે હાથ છોડવા માટે તૈયાર ન હતો.

કિંગ ખાનની એક ઝલક મેળવવા માટે લાખોની સંખ્યામાં તેમના ચાહકો ઇવેન્ટમાં પહોંચ્યા હતા. આ ખાસ અવસર પર બોલિવૂડના બાદશાહે પણ ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું. ‘ડંકી’ની પ્રમોશનલ ઈવેન્ટ્સના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

જેવી શાહરૂખે ઇવેન્ટમાં એન્ટ્રી કરી કે તરત જ તેઓ ચાહકો સાથે હાથ મિલાવી તેમનું અભિવાદન કરી રહ્યા હતા. એવામાં એક ચાહકે પાછળથી તેમનો હાથ ઝાલી મજબૂતાઇથી હાથ પકડી રાખ્યો. શાહરૂખે પોતાનો હાથ છોડાવવાની ઘણી કોશિશ કરી પરંતુ તેણે હાથ છોડ્યો નહિ.

હવે અહીં સમજાય છે કે શા માટે શાહરૂખ ખાન લોકોના હૃદયમાં રાજ કરે છે, પેલા ચાહકે ઓચિંતો હાથ પકડી લેતા શાહરૂખે ભડકવાને બદલે તેની સાથે વાત કરી, શાંતિથી સમજાવીને પછી પોતાનો હાથ છોડાવીને આગળ વધી ગયો હતો. ‘ડંકી’ માટે માહોલ ઉભો કરવાના પ્રયાસ રૂપે શાહરૂખ ખાને ફિલ્મની રિલીઝના 3 દિવસ પહેલા જ તેનું પ્રમોશન શરૂ કરી દીધું છે. જો કે, ‘આસ્ક એસઆરકે’ સેશન દ્વારા, તેણે ફિલ્મ અને અન્ય સ્ટાર્સ વિશેની વાર્તાઓ શેર કરી હતી. શાહરૂખ હાલમાં જ ફિલ્મના પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન તે ‘છૈયા-છૈયા’ ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button