ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

પાકિસ્તાનમાં માર્યો ગયો લશ્કરનો આતંકવાદી ખાન બાબા

ઇસ્લામાબાદઃ લશ્કર માટે આતંકવાદીઓની ભરતી કરનાર હબીબુલ્લા ઉર્ફે ભોલા ખાન ઉર્ફે ખાન બાબાને એક અજાણ્યા બંદૂકધારીએ ઠાર માર્યો છે. અહેવાલો અનુસાર, ખૈબર પખ્તુનખ્વાના ટેંક જિલ્લામાં તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

હબીબુલ્લાહ, જેને માલા ખાન અથવા ખાન બાબા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ટાર્ગેટ કિલિંગ સીરિઝનો લેટેસ્ટ એપિસોડ હોવાનું કહેવાય છે. તાજેતરના મહિનાઓમાં, પાકિસ્તાનમાં 20 થી વધુ હાઇ-પ્રોફાઇલ આતંકવાદીઓ સમાન તર્જ પર અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા માર્યા ગયા છે. થોડા સમય પહેલા જ લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના નજીકના સાથી અદનાન અહેમદની કરાચી શહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.


આજે જ સવારે એવા સમાચાર જાણવા મળ્યા હતા કે ભારતના મોસ્ટ વોન્ટેડ ભાગેડુ દાઉદ ઈબ્રાહિમને અજાણ્યા હુમલાખોરો દ્વારા કથિત રીતે ઝેર આપવામાં આવ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. જોકે, કેટલાક બીન સત્તાવાર અહેવાલોમાં તો એવું પણ જણાવવામાં આવ્યું છે કે દાઉદ ઇબ્રાહીમ મૃત્યુ પામ્યો છે..


અહેવાલો અનુસાર, માર્યા ગયેલા ખાન બાબાના પાકિસ્તાનના પૂર્વ સાંસદ સાથે ખાસ સંબંધ હતા. તે દાવર ખાન કુંડીનો પિતરાઈ ભાઈ હતો. કુંડી ભારત વિરુદ્ધ ઝેર ફૂંકવા માટે જાણીતો છે.


એક સપ્તાહની અંદર આ બીજી વખત છે જ્યારે પાકિસ્તાનના અશાંત ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં સ્થિત ટેન્ક વિસ્તાર ચર્ચામાં આવ્યો છે. 15 ડિસેમ્બરે, પ્રાદેશિક પોલીસ હેડક્વાર્ટર અને એક પોસ્ટને નિશાન બનાવીને આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કાયદા અમલીકરણ વિભાગના પાંચ અધિકારીઓ અને ચાર વિદ્રોહી માર્યા ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button