HAPPY BIRTHDAY: નાની ઉંમરે માની ભૂમિકા કરી ને હવે હટકે રોલ કરવા માટે છે જાણીતી
અનુપમ ખેરએ તેમની કરિયરની શરૂઆત સારાંશથી કરી હતી જેમાં તેઓ લગભગ 65ની ઉંમર વટાવી ચૂકેલા ગૃહસ્થ હતા. કોઈ મેલ આર્ટિસ્ટ માટે પણ આ અઘરું હોય છે કારણ કે તે પછી આ પ્રકારે જ રોલ મળવા લાગે તેવી બને ત્યારે ફિમેલ આર્ટિસ્ટ માટે તો વધારે પડકારજનક બને છે. જોકે આજની બર્થ ડે સેલિબ્રિટીએ આવો રોલ સ્વીકાર્યો અને તે માટે એવોર્ડ્ પણ જીત્યો. વાત છે રિચા ચઢ્ઢાની.
રિચા ચઢ્ઢાએ બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેણી હંમેશા આઉટ ઓફ ધ બોક્સ ભૂમિકાઓ ભજવવાનું પસંદ કરે છે. ગેંગ્સ ઓફ વસેપુરમાં નવાઝુદ્દીનની મા નગ્મા ખાતૂન, ફુકરેમાં ભોળી પંજાબણ તો મસાનમાં નાનકડા ગામની એક યુવતી તરીકે તે સારી નામના મેળવી ચૂકી છે. આજે તેનો જન્મદિવસ છે.
રિચા ચઢ્ઢાનો જન્મ 18 ડિસેમ્બર 1986ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. રિચાના પિતા પંજાબી અને માતા બિહારની છે. રિચાના પિતા એક મેનેજમેન્ટ ફર્મ ધરાવે છે અને માતા પોલિટિકલ સાયન્સના પ્રોફેસર છે. રિચાના ઘરમાં શરૂઆતથી જ અભ્યાસનું વાતાવરણ હતું અને રિચા પહેલા પત્રકાર બનવા માંગતી હતી. તેણે પત્રકાર તરીકે થોડા સમય ઈન્ટર્નશિપ પણ કરી. આ દરમિયાન તે અભય દેઓલના ઈન્ટરવ્યુ માટે ગઈ હતી. ઈન્ટરવ્યુ તો ન થયો પણ એ જ અભય સાથે તેણે છ મહિના બાદ ફુકરે સાઈન કરી.
રિચાએ પોતાના કરિયરની શરૂઆત એક મૉડલ તરીકે કરી અને ત્યાર બાદ તે થિયેટરમાં જોડાઈ. આ પછી, તેણે વર્ષ 2008માં દિબાકર બેનર્જીની ફિલ્મ ‘ઓયે લકી, લકી ઓયે’માં સહાયક ભૂમિકા કરી. વર્ષ 2012માં, રિચા ચઢ્ઢાએ અનુરાગ કશ્યપની ગેંગ્સ ઓફ વાસેપુર – પાર્ટ 1 દ્વારા બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. જોકે આ પહેલા પણ રિચાને માતાનું પાત્ર કરવાની ઓફર મળી હતી અને તે પણ રીતિક રોશનની માતા. પોતે ત્યારે 21 વર્ષની હતી અને તે રોલમાં ફીટ બેસતી ન હતી એટલે તેણે ના પાડી દીધી હતી.
રિચાએ કહ્યું કે ‘મને કાસ્ટિંગ ડિરેક્ટર્સને કહેવામાં આવ્યું હતું કે હું વૃદ્ધ મહિલાના રોલમાં ફિટ છું. આ જ કારણ છે કે મને રિતિક રોશનની માતાનો રોલ આપવામાં આવ્યો હતો. પણ રોલ દમદાર નહોતો એટલે મેં ના પાડી. રિચાના કહેવા પ્રમાણે, તે કાસ્ટિંગ ડિરેક્ટરે ક્યારેય તેનો સંપર્ક કર્યો નહોતો. જોકે મારી જગ્યાએ રિતિકની માતાનો રોલ કરનાર અભિનેત્રી ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રી છે.
તમને જણાવી દઈએ કે રિચા ચઢ્ઢાએ વર્ષ 2022માં અલી ફઝલ સાથે લગ્ન કર્યા હતા. ગયા વર્ષે લગ્ન કરનાર આ કપલની લવ સ્ટોરી ફિલ્મ ‘ફુકરે’ના સેટ પર શરૂ થઈ હતી અને લગભગ 10 વર્ષ સુધી સાથે રહ્યા બાદ બંનેએ પોતાના સંબંધોને પૂર્ણ કરવાનો નિર્ણય લીધો હતો.
રિચાને તેના જન્મદિવસે શુભકામના…