રાશિફળસ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (18-12-2023): આ રાશિના જાતકો માટે ખાસ હશે આજનો દિવસ, થઇ શકે છે ધનલાભ

મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તમને કોઇ વિશેષ કામને કારણે લાંબી યાત્રા કરવાનો મોકો મળશે. તમે તમારા બિઝનેસ માટે કોઇ ખાસ પ્લાનીંગ કરશો. જે માટે તમે કોઇ અનુભવી વ્યક્તી સાથે વાતચીત કરશો તો તે તમારા માટે યોગ્ય રહેશે. જો તમે લાંબા સમયથી કોઇ વાદવિવાદમાં ઘેરાયેલા છો તો આજે તેનું નિરાકરણ આવશે. પરિવારમાં કોઇ મહેમાનના આવવાથી વાતાવરણ પ્રફુલ્લિત રહેશે. કોઇ પણ કામ આવતી કાલ પર ના ટાળતાં નહીં તો તકલીફ થઇ શકે છે.

વૃષભ: આજને દિવસ તમારા માટે મિશ્ર રુપે ફળદાયી રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસના કોઇ નવા રિસર્ચનો ભાગ બની શકે છે. તમે કોઇ મહત્વનો નિર્ણય લેશો. પણ આ અંગે વડિલોની સલાહ જરુર લેજો. તમારા ફંસાયેલા નાણાં પાછા મળતા તમારી ખૂશીનો પાર નહીં રહે. પરિવારમાં લોકો તમારી વાતનો સંપૂર્ણ માન રાખશે, તમારી આર્થીક સ્થિતી પહેલાં કરતાં વધુ સારી બનશે. જેને કારણે તમે તમારી જવાબદારીઓ સારી રીતે પાર પાડશો. પણ તમારે સંતાનના મનમાં ચાલી રહેલી વાત જાણવાનો પ્રયાસ કરવો પડશે.


મિથુન: આજનો દિવસ તમારા માટે ખાસ રહેશે. પરિવારના લોકો પાસેથી લાભ થશે. બિઝનેસમાં કોઇ નવી પાર્ટનરશીપ થઇ શકે છે. પણ જો તમે જમીન મકાન ખરીદવાનું પ્લાનીંગ કરી રહ્યાં છો તો તેમાં કોઇ કારણવશ બાધા આવી શકે છે. તમને કોઇ સગા પાસેથી નિરાશાજનક સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના માર્ગ ખૂલશે. પણ તમે આજુ બાજુના કામોમાં સમય વ્યર્થના કરતાં નહીં તો પાછળથી તકલીફ થઇ શકે છે.


કર્ક: આજનો દિવસ સામાજીક ક્ષેત્રે કાર્ય કરનારા લોકોને માન સન્માન અપવાશે. જો તમે કોઇ કોઇ યાત્રાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો તે તમારા માટે લાભકારક રહેશે. વ્યાપારમાં કોઇ મોટું પરિવર્તન આવી શકે છે. જે ભવિષ્યમાં તમારા માટે સારું સાબિત થશે. વડિલો તમારી કોઇ વાતથી નારાજ રેહશે. તમારી સમજદારીને કારણે ઘણાં કામ પૂરાં થશે. પરિવારમાં આજે કોઇ નવા મહેમાનનું આગમન થશે. ભાઇ બહેન સાથે કોઇ પણ વાતને લઇને જીભાજોડી ના કરતાં. જો કોઇ ઝગડો થાય તો પણ તમે તેને ટાળવાનો પ્રયાસ કરજો.


સિંહ: આજનો દિવસ તમારા માટે નુકસાનદાયક રહેશે. તમારે તમારી વાણી અને વ્યવહારમા મધુરતા રાખવી પડશે. આજે આધ્યાત્મ તરફ તમારો ઝૂકાવ વધુ રહેશે. પરિવારમાં બધા સાથે તમારા સંબંધો સારા રહેશે. તમને તમારી કોઇ જૂની ભૂલને કારણે પછતાવો થશે. પ્રેમીઓએ તેમના સાથી સાથે મનની વાત શેર કરવી પડશે નહીં તો આગળ જતાં તકલીફ થઇ શકે છે. તમને કોઇ શુભ કાર્યમાં સહભાગી થવાનો મોકો મળશે. તમારા વિરોધીઓ તમને હેરાન કરવામાં કોઇ કસર બાકી નહીં રાખે.


કન્યા: આજનો દિવસ તમારા માટે લાભદાયક નિવડશે. તમે કોઇ મોટો નિર્ણય સમયસર લઇ લેજો. મિત્રો કે પછી પરિવારજનો પાસે તમે કોઇ આર્થિક મદદ માંગી રહ્યાં છો તો એ પણ મળી જશે. પણ જો તમાર પર કોઇ જૂનું દેવું છે તો તમારે તેને ઉતારવાનો પૂર્ણ પ્રયાસ કરવો પડશે. બિઝનેસમાં તમારી સાથે દગો થઇ શકે છે. તેથી તમે તમારી આંખ અને કાન ખોલીને કામ કરજો. તમારું કોઇ નવું ઘર ખરીદવાનું સપનું પુરું થશે. વિદ્યાર્થાઓએ તેમના મનમાં ચાલી રહેલ દ્વીધા અંગે તેમના ગુરુ સાથે વાત કરવી જોઇએ.


તુલા: આજનો દિવસ અન્ય દિવસોની સરખામણીમાં વધુ સારો રહેશે. જો તમે કોઇ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો તે તમારા માટે ઉત્તમ રહેશે. કાર્યક્ષેત્રે જો તમારાથી કોઇ ભૂલ થઇ હશે તો તે માટે આજે તમને તમારા સિનિયરની વઢ ખાવી પડશે. તમે લેવડ-દેવડનમાં સ્પષ્ટતા રાખજો. કોઇની વાતોમાં ના આવતાં. કોઇ મિત્રને લાંબા સમય બાદ મળશો જેથી મન પ્રસન્ન રહેશે. તમે જીવનસાથી માટે કોઇ ભેટ લાવી શકો છો. પણ જરા ખર્ચાનો ખ્યાલ રાખો એ જ તમારા માટે હિતાવહ છે.


વૃશ્ચિક: આજનો દિવસ તમારા માટે આર્થિક રીતે સારો રહેશે. તેથી તમે લેવડ-દેવડમાં સ્પષ્ટતા રાખજો. દરેક વાતનું લખાણ રાખજો. જો તમે લાંબા સમયથી ચિંતતી છો તો એ ચિંતા પણ આજે દૂર થશે. તમારું જો કોઇ જૂનું કામ લાંબા સમયથી અટકેલું છે તો તે પણ આજે પૂર્ણ થશે. પિતાને કરેલો વાયદો પૂરો કરજો. આજે કોઇને નાણાં ઊછીના ના આપતાં. નહીં તો તે પાછા આવવાની સંભાવના ખૂબ ઓછી છે. તમે કોઇ કામને લઇને રણનિતી બનાવી શકશો. જે માટે તમારે તમારા સિનિયર સાથે વાત કરવી જોઇએ.


ધનુ: આજનો દિવસ ખૂબ જ વ્યસ્તતામાં વિતશે. બિઝનેસ માટે જો તમે કોઇ લાંબી મુસાફરી કરવાનું વિચારી રહ્યાં છો તો તેને ટાળજો. નહીં તો કોઇ અકસ્માત થવાની શક્યતાઓ છે. વડિલોની વાતોને ધ્યાનથી સાંભળજો. અને તેનો અમલ પણ કરજો. તમને ભાઇ-બહેનનો સહકાર મળી રહેશે. તમારે કોઇ પણ વિપરીત પરિસ્થિતીમાં ધીરજ રાખવી પડશે.


મકર: આજનો દિવસ સમસ્યાથી ભેરલો રહેશે. તમારા પરિવામાં કોઇ જૂનો વિવાદ ફરી ઊભો થશે. જેને કારણે માહોલ ચિંતાવાળો રહેશે અને વધુ ચિંતાને કારણે તમારા આરોગ્ય પર માઠી અસર પહોંચશે. જો તમે કોઇ નવું વાહન ખરીદવાની ઇચ્છા રાખો છો તો થોડા સમય માટે તેને સ્થગીત કરજો. તમને પારિવારિક સમસ્યાને કારણે અચાનક પ્રવાસ કરવો પડશે. વેપારીઓએ સમઝી વિચારીને પ્લાનીંગ કરવું પડશે.


કુંભ: આજનો દિવસ તમારા માન-સન્માનમાં વધારો કરશે. તમારી નવું મકાન કે વાહન ખરીદવાની ઇચ્છા પૂરી થઇ શકે છે. પરિવારમાં જોઇ વિવાદ ચાલી રહ્યો હતો તો તે પણ આજે ખતમ થશે. આરોગ્યને લગતી સમસ્યાઓ દૂર થશે. પણ ખોટાં વિવાદોમાં પડવાનું ટાળજો. નહીં તો મૂશ્કેલી આવી શકે છે. કાર્યક્ષેત્રે તમારા કામ પર ધ્યાન આપજો નહીં તો તમારી ભૂલને કારણે તમારે અધિકારીનો ગૂસ્સો સહેવો પડશે. માતા-પિતાના આશિર્વાદથી તમારું કોઇ રોકાયેલું કામ પૂરું થશે.


મીન: આજનો દિવસ પ્રસન્નતા લઇને આવ્યો છે. પરિવારમાં કોઇ સભ્યને સરકારી નોકરી મળતાં વાતાવરણ પ્રફૂલ્લિત રહેશે. તમે જો સાસરી પક્ષની કોઇ વ્યક્તી પાસેથી નાણાં ઉછીના લેવાનું વિચારી રહ્યાં છો તો તે પણ તમને સરળતાથી મળશે. જીવનસાથી સાથે જો કોઇ વાતને લઇને વિવાદ ચાલી રહ્યો હતો તો તે આજે પૂરો થશે અને તમે તેમની સાથે ડિનર ડેટ પર જઇ શકો છો. તમે ઘરે કોઇ નવું વાહન લાવી શકો છો. બિઝનેસમાં તમે કોઇ નવી યોજના બનાવશો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button