સ્પોર્ટસ
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી ઇશાન કિશન બહાર: કેએસ ભરતને મળ્યું ટીમમાં સ્થાન
મુંબઇ: દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. ટેસ્ટ ટીમમાંથી વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનના સ્થાને કેએસ ભરતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈશાન કિશને આ ટેસ્ટ સિરીઝમાંથી બ્રેક માગ્યો હતો. તેથી બીસીસીઆઈએ આ ફેરફાર કરવો પડ્યો હતો.
બીસીસીઆઈએ જણાવ્યું હતું કે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને અંગત કારણોસર ટીમ ઈન્ડિયામાંથી બ્રેક માગ્યો હતો. તેથી તેને દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમમાંથી બહાર કરવામાં આવી રહ્યો છે. તેની જગ્યાએ વિકેટકીપર કેએસ ભરતનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે કેએલ રાહુલની સાથે વિકેટકીપિંગ વિકલ્પ હશે.
Taboola Feed