આમચી મુંબઈમહારાષ્ટ્ર

નાગપુરની દુર્ઘટના મુદ્દે મૃતકના પરિવારમાં નારાજગી, હાઈ-વે જામ કર્યો, તણાવની સ્થિતિ

મુંબઈ/નાગપુર: અહીંના જિલ્લાના હેડ ક્વાર્ટરથી 30 કિલોમીટર અંતરેની સોલાર ઈન્ડસ્ટ્રીઝ ફેક્ટરીમાં વિસ્ફોટની દુર્ઘટના મુદ્દે તણાવપૂર્ણ પરિસ્થિત ઊભી થઈ હતી. કંપનીમાં એક મોટો વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા. આ બ્લાસ્ટ બાદ આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોએ આ કંપની નજીકના રસ્તા પર વિરોધ પ્રદર્શન કરીને રસ્તો જામ કરી નાખ્યો હતો, ત્યાર બાદ પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી.

આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા પરિવારે મૃતદેહોને જોવાની માગણી કરતાં વિરોધ કર્યો હતો. આ મામલે હવે પોલીસ તપાસ કરવામાં આવી રહ્યો છે. વિરોધ કરી રહેલા લોકોને કાબૂમાં લાવવામાં આવ્યા હતા. સૂત્રોએ આપેલી માહિતી મુજબ આ બ્લાસ્ટમાં મોત થનાર લોકોના મૃતદેહ હજુ સુધી કંપનીની અંદર રાખવામા આવ્યા છે. આ ઘટના લગભગ સવારે નવ વાગ્યાની આસપાસ બની હતી જેમાં નવ લોકોના મોત થયા હતા અને ત્રણ લોકો જખમી થયા હતા.
નાગપુરના જિલ્લા મુખ્યાલયથી 30 કિમી દૂર આવેલા આ આ ફેક્ટરીના ગેટ પાસે એમ્બ્યુલન્સને પણ રાખવામા આવી છે, પણ મૃત્યુ થનાર વ્યક્તિના કુટુંબિઓને મૃતદેહ તાબામાં ન આપવામાં આવતા 200 જણ આ ફેક્ટરીના ગેટ નજીક એકઠા થઈને પ્રદર્શન કરવાને કારણે પરિસ્થિતિ વણસી હતી.


નાગપુર નજીક થયેલા આ વિસ્ફોટમાં એક આરતી (22 વર્ષ) નામની યુવતીનું મૃત્યુ થતાં તેના પિતા નીલકંઠરાવ સહારે પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. દીકરીના મોતની ખબર મળતા તેના પિતાએ કહ્યું હતું કે આરતી તેમના ઘરમાં એકમાત્ર કમાણી કરનાર સભ્ય હતી. આરતીના પિતાને પેરાલિસિસ થયો છે, તેની માતા બોલી નથી શકતી અને તેમને આરતી સિવાય બીજી એક નાની દીકરી પણ છે. આ ઘટનામાં બે બાળકોની માતાનું પણ મૃત્યુ હતું હતું. તેમના પતિ દેવીદાસને આ ખબર મળતા તે ફેક્ટરી પહોચ્યા હતા અને તેની પત્નીનો મૃતદેહ ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યા છે.


ઘટનાસ્થળે હાજર રહેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યુ હતું કે આ મામલે વધુ હાનિ થતી અટકાવવા માટે બોમ્બ સ્ક્વોડને તહેનાત કરવામાં આવી છે. ફેક્ટરીમાં રહેલા વિસ્ફોટકોને સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે. આ બધુ થયા બાદ મૂર્તદેહને તાબામાં લેવામાં આવશે અને ત્યારબાદ તેમના પરિજનોને આપવામાં આવશે.


પરિવારોને મૃત્યુ પામેલા તેમના લોકોના મૃતદેહ મેળવવા માટે સવારથી રાહ જોઈ રહ્યા છે. અહીં ગુસ્સે ભરાયેલા લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઘટના બાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શોક વ્યક્ત કરતાં મૃતકના પરિવારને પાંચ લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાનું જણાવ્યું હતું. આ કંપની સેના માટે ડ્રોન્સ અને વિસ્ફોટ્ક બનાવતી હોવાની માહિતી સામે આવી છે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?