નેશનલ

કયું શાક ભાવતું નથી? પીએમ મોદીએ કોને પૂછ્યો પ્રશ્ન અને શું મળ્યો જવાબ?

વારાણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે તેમના સ્વાગત માટે આખા વારાણસીને સજાવવામાં આવ્યું છે. એરપોર્ટથી લઈને સમગ્ર શહેરના રસ્તાઓ પર ભવ્ય જગમગાટ જોવા મળી રહ્યો છે, ત્યારે પીએમ મોદી સાથે ઉત્તર પ્રદેશના સીએમ યોગી નમો ઘાટ પર કાશી તમિલ સંગમમના કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં દક્ષિણ ભારતથી આવેલા પંડિતોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

તમિલ સંગમમના કાર્યક્રમમાં પહોંચ્યા પહેલા પીએમ મોદી બાળકોના એક પ્રદર્શનમાં પહોંચ્યા હતા. બાળકોના ‘બુલાવા અભિયાન’માં પહોંચ્યા ત્યારે એક નાનકડી દીકરી સાથે પીએમ મોદી સાથે મજાનો વાર્તાલાપ કર્યો હતો. પીએમ મોદીએ દસેક વર્ષની એક દીકરી સાથે વાતચીત કરતા તેની કવિતા પણ સાંભળી ત્યારે ખડખડાટ હસી પડ્યા હતા. એ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

વારાણસીમાં એક બાળકીએ પીએમ મોદીને કવિતા પણ સંભળાવીને ખુશ કરી નાખ્યા હતા, ત્યારબાદ ત્યારબાદ પીએમ મોદીએ પૂછ્યું હતું કે તને કયું શાક ભાવે છે, ત્યારે તેના જવાબમાં દીકરીએ કહ્યું હતું કે કારેલા પસંદ નથી. એ છોકરીનો જવાબ સાંભળ્યા પછી મોદી ખડખડાટ હસી પડ્યા હતા. ઉપરાંત, એ દીકરીએ પીએમ મોદીની પ્રશંસા કરતી કવિતા પણ સંભળાવી હતી.

આ વીડિયો ખૂદ નરેન્દ્ર મોદી નામના ઈન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જ્યારે તેમાં કેપ્શન લખ્યું માય ફ્રેન્ડ ઈન વારાણસી નોઝ હર સાયન્સ વેલ એન્ડ ઈઝ ઓલસો અ ગ્રેટ પોએટ. ત્રણેક કલાક પહેલા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોને લાખો લોકોએ લાઈક આપી છે, જ્યારે હજારો લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button