‘એનિમલ’ ફિલ્મ જાદુ છવાયોઃ આ ક્લબમાં સમાવેશ
મુંબઈ: રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલ ખૂબ જ લોકપ્રિય બની છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ કલેક્શનમાં અનેક ફિલ્મોના રકોર્ડ પણ તોડ્યા છે. હવે રણબીર કપૂરની એનિમલ 500 કરોડના કલબમાં પહોંચી ગઈ છે. રણબીર કપૂરે આ ફિલ્મથી અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.
રણબીર કપૂરની ‘એનિમલ’ 2023 વર્ષની ચોથી ફિલ્મ બની ગઈ છે જેણે બોક્સ ઓફિસ પર 500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. એક અહેવાલ મુજબ આ ફિલ્મે 17 દિવસમાં 500 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પર કર્યો છે.
રિપોર્ટના જણાવ્યા મુજબ આ વર્ષે રિલીઝ થયેલી શાહરુખ ખાનની ‘જવાન’ (640.25 કરોડ) અને ‘પઠાણ’ (543.9 કરોડ), ‘ગદર’ (525.7 કરોડ) અને ત્યારબાદ હવે રણબીરની ‘એનિમલ’ પણ આ ફિલ્મો સાથે 500 કરોડ રૂપિયાની કમાણી કરવાના યાદીમાં સામેલ થઈ ગઈ છે.
એક રિપોર્ટ મુજબ રણબીરની ‘એનિમલે’ 16માં દિવસે 12.8 કરોડની કમાણી કરી હતી અને 17માં દિવસે 5.9 કરોડ રૂપિયાની કમાણી કરી 500 કરોડની કમાણી કરી અનેક રેકોર્ડ તોડ્યા છે. 17માં દિવસની કમાણી બાદ રણબીર કપૂર સ્ટારર એનિમલે કુલ 503.91 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
એક અહેવાલમાં રણબીરની ‘એનિમલે’ દેશની સાથે સાથે વિદેશોમાં પણ ધૂમ મચાવી છે. આ ફિલ્મ આટલા બધા વિવાદોથી ઘેરાયા છતાં તેણે દર્શકોએ પસંદ કરી છે. આ ફિલ્મના ગ્લોબલ બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો 800 કરોડ રૂપિયા કરતાં પણ વધુની કમાણી કરી છે.