જાણો છો માતા કૈકેયીએ સીતાજીને લગ્ન બાદ શું ભેટ આપી હતી?
હિંદુ ધર્મમાં, વિવાહ પંચમી દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસે માતા સીતાના લગ્ન ભગવાન રામ સાથે થયા હતા.
આજે આ તહેવાર નેપાળના મિથિલા શહેર, જનકપુર ધામ અને અયોધ્યા શહેરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. માતા સીતાના વિવાહ ભગવાન રામ સાથે જનકપુરમાં થયા હતા પરંતુ જ્યારે માતા સીતા ભગવાન રામ સાથે અયોધ્યા ધામ આવ્યા ત્યારે સમારંભમાં માતા કૈકાઈએ તેમને સંપૂર્ણ સોનાની બનેલી ઇમારત ભેટમાં આપી. પહેલીવાર જ્યારે સીતાજીનું મોઢું જોયું ત્યારે માતા કૈકૈયીએ તેમને આ સુવર્ણભવન ભેટમાં આપ્યું હોવાનું કહેવામાં આવે છે.
ચારેય પુત્રોમાં કૈકેયી રામને વધારે પ્રેમ કરતી હતી, તેવું આપણે રામાયણમાં વાંચ્યું સાંભળ્યું છે. દાસી મંથરાના ચડાવવાથી રામના વનવાસની જીદ પણ કૈકેયીએ જ પકડી હતી. જોકે રામ જ્યારે સીતાજી સાથે લગ્ન કરી અયોધ્યા આવ્યા ત્યારે કૈકયીએ સીતાજીને સોનાનું ભવન ભેટ તરીકે આપ્યું હતું જેનું ખાસ નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ ઈમારતને કનકભવન નામ આપવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઇમારત હજુ પણ અયોધ્યા શહેરમાં અસ્તિત્વ ધરાવે છે અને મુખ્ય મંદિરોમાંનું એક છે. જોકે મંદિરનો અમુક ભાગના સુવર્ણનો રહ્યો છે. મંદિર પરિસરની અંદર એક વિશાળ પ્રાંગણ છે અને ત્યાં ભગવાન રામ અને માતા સીતાની પ્રતિમા છે. આ મંદિરમાં સીતારામજીની 3 પ્રતિમાઓ છે.
એવું માનવામાં આવે છે કે કનક ભવનમાં માતા સીતા અને રામજી સિવાય કોઈને રહેવાની મંજૂરી નહોતી. સીતાજીની સહેલીઓ તેમને મળવા અહીં આવતી હતી.
એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણ દ્વાપર યુગમાં તેમની તીર્થયાત્રા દરમિયાન અયોધ્યા શહેરમાં પહોંચ્યા હતા. પછી તેણે આ ઈમારતનું ફરીથી નવીનીકરણ કરાવ્યું. કનક ભવન મંદિરની અંદર એક પથ્થર પર આ લખેલું છે. આ ઇમારતનું સમયાંતરે નવીનીકરણ કરવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ પછી, કલિયુગ કાળ દરમિયાન, રાજા વિક્રમાદિત્યએ આ ઇમારતનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. બાદમાં, ઓરછાની રાણી અને ભગવાન રામના પ્રખર ભક્ત વૃષભાનુ કુંવરી દ્વારા તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. રામ મંદિર સિવાય, આ અયોધ્યા શહેરના સૌથી પ્રખ્યાત મંદિરોમાંનું એક છે જે રામ મંદિરથી થોડે દૂર આવેલું છે.