નાનકડી દીકરીને ઘરે છોડી કામ પર જવાનું દુઃખ થાય છે, જાણો શું કહ્યું આલિયાએ…
માત્ર ભારતની જ નહીં વિશ્વની દરેક વર્કિગ વુમનનો આ અનુભવ હશે કે તેનાં નાનકડા સંતાનને ઘરે મૂકી પોતાને કામ પર જવાનું થાય. ખાસ કરીને ભારતમાં હજુ ઘોડિયાઘર કે વર્ક ફ્રોમ હોમનુ એટલું ચલણ ન હોવાથી વર્કિંગ મધર્સ માટે ઘણી સમસ્યાઓ છે અને આ કારણે જે હજારો મહિલાઓ પોતાની કરિયર છોડી દે છે. દરેક માતાની જેમ ફિલ્મ અને ટીવીજગત સાથે જોડાયેલી માતાની પણ આવી જ લાગણી હોય છે. ભલે તેમના ઘરમાં નોકરચાકર કે અન્ય વ્યવસ્થાઓ હોય તેમ છતાં પોતાના નાનકડા બાળકને છોડી કામ પર જવું કોઈના માટે સરળ નથી હોતું. તો પછી હમણાં જ માતા બનેલી આલિયા ભટ્ટ અલગ કઈ રીતે હોઈ શકે. આલિયાએ તાજેતરમાં જ પોતાની દીકરી સાથેની અમુક વાતો પેન્સ સાથે શેર કરી જેમાં આ બાબતનો પણ સમાવેશ છે.
આલિયા ભટ્ટ ઘણીવાર તેની પુત્રી રાહા વિશે વાત કરતી જોવા મળે છે. હાલમાં જ આલિયાએ ઈન્સ્ટા પર ફેન્સ સાથે વાત કરી છે. આ દરમિયાન અભિનેત્રીએ તેમના રસપ્રદ પ્રશ્નોના જવાબ આપ્યા છે. તેણે તેની ટેણકીના પેટનેમ પણ લોકોને કહ્યા કે તે ઘરે તેને ક્યાં નામથી બોલાવે છે.
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ તેના ફોટા અને વીડિયો શેર કરીને સમાચારમાં રહે છે. આ સાથે તે ઈન્સ્ટાગ્રામ દ્વારા તેના ફેન્સ સાથે વાત પણ કરે છે. હવે તાજેતરમાં જ આલિયા ભટ્ટે આસ્ક મી સેશન દરમિયાન ઇન્સ્ટા પર ચાહકો સાથે વાત કરી. આ દરમિયાન અભિનેત્રીએ તેમના રસપ્રદ પ્રશ્નોના જવાબ આપ્યા.
આસ્ક મી સેશન દરમિયાન, એક ચાહકે આલિયાને તેની પુત્રી રાહાના પેટનેમ વિશે પૂછ્યું. તેના જવાબમાં અભિનેત્રીએ લખ્યું કે હું અમે એટલે કે હું અને રણબીર તેને રાહુ, રારા અને લોલીપોપ. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની દીકરી રાહાને આ ત્રણ નામથી બોલાવે છે.
આ દરમિયાન એક સોશિયલ મીડિયા યુઝરે આલિયાને એક સવાલ પૂછ્યો. પ્રશંસકે લખ્યું, ‘શું તમે તમારી દીકરીથી દૂર થયા પછી ચિંતા અનુભવો છો કે નહીં?’ આના જવાબમાં આલિયા ભટ્ટે કહ્યું કે મારી દીકરીને છોડવી મારા માટે ક્યારેય સરળ નથી. મને લાગે છે કે આ માટે હજુ ઘણો સમય મારે જોઈશે. પરંતુ રાહા મારી ગેરહાજરીમાં પરિવાર સાથે રહે છે તે વિચારીને હું થોડી રાહત અનુભવું છું અને મને થોડી ગિલ્ટ પણ ઓછી ફીલ થાય છે.
આલિયા ભટ્ટના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળી હતી. કરણ જોહર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ હતો.તેની ફિલ્મ ‘જીગરા’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની નિર્માત્રી પણ આલિયા છે. જે આવતા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આવશે.